આપણા શરીરમાં ઘણા બધા અંગો આવેલા છે. દરેક અંગનું પોતાનું કામ હોય છે. જો શરીરમાં બધા અંગો સારી રીતે કામ કરે તો સ્વસ્થ્ય રહી શકીએ છે. પરંતુ કોઈ એક અંગનું ખરાબ થવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આપણા શરીરમાં રહેલું લીવર પણ મુખ્ય અંગ કહી શકાય છે. લીવરનું કાર્ય આપણા શરીરમાં જે ખોરાક આપણે ખાઈએ છીએ તેનું રક્ષણ કરવાનું અને શરીરને જરૂરી એવો પ્રોટીન પૂરો પાડવાનું કામ કરે છે.

પરંતુ જો આપણે સમયસર ન ખાઈએ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાઈએ તો આપણા લીવરને નુકશાન પહોંચે છે. આ સાથે બજારુ અને જંકફૂડથી લઈને ઘણીબધી એવી વસ્તુઓ હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે. કોઈ પણ વ્યક્તિના શરીરમાં લીવરનું ખરાબ થવું, એટલે કે શરીરનું ખોખલું થવું, પરંતુ ઘણી વખત મૃત્યુનું પણ કારણ બની શકે છે.

એવું માનવામાં આવે છે કે જો તમારું લીવર એક વખત ખરાબ થઇ ગયું પછી તે સારું ન થાય, પરંતુ એ જરૂરી નથી. જો તમે જરૂરી તેના લક્ષણો સમયસર ઓળખી જાવ તો તમને વધુ ફાયદો થાય છે તથા તમને જો લીવર ખરાબ થવાના અમુક સંકેતો જણાય તો તરત જ અમુક વસ્તુઓનું સેવન કરવાનું સાવ બંધ કરી દેવાથી પણ લીવર વધુ પડતું ખરાબ થતું અટકાવી શકીએ છીએ.

કેવી રીતે ઓળખવું કે લીવર ખરાબ થઇ રહ્યું છે: આપણું શરીર આપણને લીવરના નુકસાનના સંકેતો ઘણા સમય પહેલા આપવાનું શરૂ કરે છે પરંતુ આપણે ઓળખી શકતા નથી. ફક્ત આપણે તેમને ઓળખવાની જરૂર છે. આ માટે, ધ્યાનમાં રાખો કે તમને સતત ઉલ્ટી થવાનું મન ન થાય છે એટલે કે તમને ઉબકા તો નથી આવતા ને અથવા તમારા પેટના ઉપરના ભાગમાં સોજો દેખાય છે.

જો આપણા પેટના ઉપરના ભાગમાં સોજો દેખાય તો પણ લીવર ખરાબ હોવાની શકયતાઓ વધી જાય છે તથા પેશાબ એકદમ ઘાટો થઇ જવો, તમારી આંખો અને હાથનો રંગ પીળો થઇ જવો આ સામાન્ય રીતે કમળાના અમુક લક્ષણો છે પરંતુ તેનો સીધો સબંધ તમારા લીવર સાથે છે.

આવી સ્થિતિમાં, આ સામાન્ય લક્ષણો છે જે સૂચવે છે કે આપણા લીવરને ક્યાંકને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. કોઈપણ કિંમતે આવા લક્ષણો શરીરમાં દેખાય તો તેને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.આ સાથે, લીવર ખરાબ હોય તો કેટલીક વસ્તુઓ ન ખાઓ.

1. ખાંડ કે મીઠાઈ ખાવાનું ટાળો : લીવર ખરાબ થવાનું મોટું કારણ તમારું મેદસ્વીપણું પણ છે. આ એટલા માટે કે પેટની ચરબીની સીધી અસર તમારા લીવર પર પડે છે, તેથી જો તમે સ્થૂળતાને કાબૂમાં રાખવા માંગતા હોય તો સૌથી પહેલા તેને ઘટાડવી વધુ સારો વિકલ્પ છે. આનાથી તમારું વજન પણ ઘટશે અને લીવર પણ સ્વસ્થ રહેશે.

2. મેંદો : તમારે વધુ પડતી મેંદોના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. કારણ કે આ લોટમાં મિનરલ્સથી લઈને વિટામિન્સની ઉણપ હોય છે અને તે પાચન પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. નબળી પાચનશક્તિ વાળા લોકોએ મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. મેંદામાંથી બનેલી વસ્તુઓ શુગર લેવલ વધારવામાં મદદરૂપ થાય છે, જેના કારણે લીવરને નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં વધુ પડતા પિઝા, કચોરી, સમોસા, બર્ગર જેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.

3. આલ્કોહોલ : આલ્કોહોલ જેવા પીણાંનું સેવન કરવાથી લીવર પર ગંભીર અસર થાય છે. આલ્કોહોલમાં કેમિકલ્સ હોય છે જે આપણા કોષોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે લીવરમાં બળતરાથી લઈને, ઘણા કિસ્સામાં લીવર ફેલ પણ થઇ થાય છે. દરરોજ અથવા લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન લીવરને ખતમ કરી દે છે અથવા સાવ ખોખલું કરી નાખે છે.

4. જંક ફૂડનું સેવન : વધુ પડતા જંક ફૂડનું સેવન લીવરને બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત, આપણે સમયનો અભાવ કે વધુઇ તમ- તમતું કે સ્વાદિષ્ટ ખાવાના ચક્કરમાં આપણે જંક ફૂડનું સેવન કરીએ છીએ. પરંતુ તે આપણા લીવર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

5. રેડ મીટ: જો તમે માંસાહારી છો, અને રેડ મીટની સેવન કરો છો તો તમારે લીવરને સુરક્ષિત રાખવા માટે રેડ મીટ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. આ એટલા માટે કે રેડ મીટ તમારા શરીરમાં પ્રોટીનની માત્રામાં વધારો કરે છે, પરંતુ કેટલીકવાર વધારાનું પ્રોટીન તમારા લીવરને ઘણી રીતે નુકસાકારક હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન ન કરો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *