મિત્રો આપણા શરીરમાં જાણતા – અજાણતા ઘણો બધો કચરો જમા થયેલો હોય છે. આ કચરો કુદરતી રીતે બહાર પણ નીકળતો હોય છે પરંતુ ઘણો કચરો બહાર નીકળી શકતો નથી. મિત્રો આજે અમે તમને એક એવી ટ્રીક્સ વિષે જણાવીશું કે જે ટ્રીકની મદદથી તમારા આંતરડામાં વર્ષો જુનો નકામો કચરો પડ્યો હશે તો તે નીકળી જશે બહાર તેમજ જેમને પણ વર્ષો જૂની કબજિયાતની તકલીફ હશે તે પણ એકદમ ઠીક થઇ જશે.

આયુર્વેદના કહ્યા અનુસાર આપણા શરીરમાં બધા જ રોગોનું મૂળ કારણ કબજીયાત છે તથા એવું કહેવામાં આવે છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું તથા જેનું પેટ સારું એનું જીવન સારું. અહીંયા અમે જે તમને ટ્રીક્સ બતાવીશું એ ન માત્ર કબજીયાત વાળાએ કરવી જોઈએ, પરંતુ દરેક લોકોએ કરવી જોઈએ. તો આવો જાણીએ આ ટ્રીક વિષે.

સૌથી પહેલા જણાવીએ કે આ ટ્રીકનું નામ છે “એક્યુપ્રેશર”. આ ટ્રીકનો ઉપયોગ કરીને જે લોકોનો જન્મથી જ અથવા વર્ષોથી જ કબજીયાતનો કોઠો હશે તેમને આ સમસ્યાથી આજીવન છુટકારો મળી જશે.

અમે તમને અહીંયા જે એક્યુપ્રેશરની ટ્રીક બતાવીશું એ તમે અપનાવશો તો એટલે જો તમને કબજીયાત હશે તો તે સાવ ઠીક થઇ જશે અને જો કબજીયાન નહિ હોય તો તમને ભવિષ્યમાં પણ તમને કબજીયાત થવા દેશે નહિ તથા સાથે સાથે તમારા આંતરડાની અંદર વર્ષો જુનો ચોટેલો મળ છે તેને પણ દુર કરી દેશે.

સૌથી પહેલા જો તમને ટોઇલેટમાં અંદર જઈને મોબાઇલ વાપરવાની, ઘણા લોકોની જેમ બીડી પીવાની, ગુટખા, પડીકી કે સોપારી ખાવાની ટેવ હોય, પુસ્તકો વાંચવાની ટેવ હોય તો આ બધી ટેવો ને દૂર કરી તમારે ટોઇલેટમાં જઈને બંને કાનની બુટ્ટીને દબાવવાની છે અને એકદમ પ્રેશર આપવાનું છે.

ત્યાર પછી તમારે દાઢીની બરોબર વચ્ચે જ્યાં તમારી સ્વરપેટી આવેલી હોય છે તેની સહેજ ઉપર અને બરોબર વચ્ચે તમારે પ્રેશર આપીને તેને દબાવવાનું છે. આટલું કરવાથી તમારી પેરેસ્ટાઈલીક મુવમેન્ટ વધે છે તથા તમારે ટોઇલેટમાં 20 થી 22 મિનીટ સુધીનો સમય લાગતો હોય તો તમે આ ક્રિયા થોડો સમય શરુ કરી દ્યો એટલે માત્ર 10 થી 15 મિનીટમાં તમારો કોઠો એકદમ સાફ થઇ જશે અને તમે એકદમ હળવાશ અનુભવશો.

આ ક્રિયા રોજે કરવાથી તમારો ટોઇલેટનો ટાઈમ દિવસે ને દિવસે સાવ ઘટતો જશે પરિણામે તમારા ટાઈમમાં બચત થશે અને પેટ સાવ સાફ થઇ જશે. આમ, અમે તમને આ માહિતી દ્વારા મુખ્ય બે અલગ અલગ એક્યુપ્રેશરની રીત બતાવી અને તેનો ઉપયોગ કરી રીતે કરી શકાય અને તેનાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

જો મિત્રો, તમને અમારી આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો બીજા લોકો માટે જરૂરથી શેર કરજો જેથી બધા લોકો આનો લાભ લઇ શકે. તમારું એક શેર બીજા માટે ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *