ભારતીય ઘરોમાં ભાત દરરોજ રંધાતા હોય જ છે. આપણા દેશના કેટલાક રાજ્યોમાં ચોખા મુખ્ય ભોજન માનવામાં આવે છે. જયારે કેટલાક લોકો માટે ભાત વગર ભોજનને અધૂરું લાગે છે. ચોખા દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુ છે જેથી મોટાભાગના લોકો તેને સ્ટોર કરીને રાખે છે.

ચોખાનો ઉપયોગ જુદી જુદી રીતોથી કરવામાં આવે છે અને તેનાથી જુદા જુદા પ્રકારની સામગ્રી પણ બનાવવામાં આવે છે. ભાત ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ ચોખાને બજાર માંથી ખરીદતા પહેલા કેટલીક સાવચેતીઓ રાખવાની આપણા જરૂર હોય છે. તો આ લેખમાં અમે તમને તેના વિષે જણાવશું .

જયારે આપણે બજારમાં ચોખા લેવા જઈએ છીએ ત્યારે ઘણા પ્રકારની ચોખાની વેરાયટીઓ જોવા મળે છે. સ્વાભાવિક રીતે, ઘણા પ્રકારના ચોખાને જોઈને, શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ચોખાને ખરીદવા અને ઓળખવા એ સરળ હોતું નથી. આ માટે અમે તમને કેટલીક ટિપ્સને આપીશું, જે તમારા માટે ખુબ જ મદદગાર સાબિત થશે.

સાચા અને ખોટા ચોખાની ઓળખ : આપણે જાણીએ છીએ કે બજારમાં આવેલ દરેક વસ્તુમાં આજે ભેળસેળ થઈ રહી છે. ચોખા પણ તેમાંથી એક છે. આજે બજારમાં તમને પ્લાસ્ટિક વાળા ચોખા પણ મળી રહે છે. દેખાવમાં તે તમને એકદમ ઓરિજિનલ ચોખા જેવા જ લાગે છે.

પરંતુ ચોખાને ઓળખવાની સાચી રીત એ છે કે, તમે એક મૂઠી ચોખાને અગ્નિમાં નાખો. જો બળતી વખતે તેમાંથી પ્લાસ્ટિકની ગંધ આવે તો સમજી લો કે તે તમારા ચોખા નકલી છે.

ચોખા સાચા કે ખોટા છે તે જાણવા માટે તમે એક ચમચી ચોખાને પાણીમાં એક કટોરામાં નાખીને જુઓ. જો કટોરાની અંદર ચોખા નીચેની સપાટી પર બેસી જાય તો જાણો કે તે અસલી ચોખા છે. અને તે તરવા લાગે તો સમજો કે તે નકલી ચોખા છે.

નવા અને જૂના ચોખાનું અંતર કેવી રીતે જાણવું : આપણે જાણીએ છીએ કે ચોખા જેટલા જૂના હોય છે, એટલા વધુ સારા હોય છે. પરંતુ નવા અને જૂના ચોખાને કેવી રીતે ઓળખવા તે ઘણા લોકો માટે એક મોટી સમસ્યા છે. આ માટે સૌ પ્રથમ તમે તે ચોખાના રંગને તપાસો.

જો ચોખામાં પીળાશ છે, તો તે જૂના ચોખા છે અને જો તે રંગના સફેદ દેખાઈ આવે છે તો તે નવા ચોખા છે. જો તમે ઈચ્છો તો ચોખાને થોડા દબાવીને પણ જોઈ શકો છો. જો તમારા દબાવવાથી ચોખા ટૂટી જાય છે તો તે નવા ચોખા છે અને જે ચોખાને દબાવવાથી તૂટટા નથી તે જુના ચોખા છે.

અનપોલીશ્ડ અને પોલીશ્ડ ચોખાની ઓળખ કેવી રીતે કરવી: આજના સમયમાં ચોખાને આકર્ષક દેખાવ આપવા માટે ચોખાને મશીનમાં મૂકીને પોલીશ્ડ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે સરળ અને પારદર્શક બને છે, પરંતુ પોલીશ્ડ થવાથી ચોખામાં રહેલ તેના પોષકતત્વો નાશ પામે છે.

જો તમે અનપોલીશ્ડ ચોખા બજારમાંથી ખરીદો છો, તો તેમાં બધા જ જરૂરી તત્વો રહેલા હોય છે, પરંતુ તે દેખાવમાં રફ અને હલકા પીળા રંગના હોય છે. હવે તમે પણ જ્યારે બજારમાં ચોખાને ખરીદવા માટે જાઓ ત્યારે ઉપર જણાવેલી ટિપ્સને જરૂરથી ધ્યાનમાં રાખજો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને જરૂર મોકલો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *