પહેલાના સમય કરતા આજનો સમય એકદમ બદલાઈ ગયો છે જે આપણે જોઈ શકીએ છીએ. આજના સમયમાં ખાસ કરીને 10 થી 25 વર્ષના લોકો ઘરના ભોજન કરતા બહારનું જમવાનું વધુ પસંદ કરે છે. આ વયના મોટાભાગના લોકો અને ખાસ કરીને શહેરમાં રહેતા લોકો હોટલમાં જમવાના શોખીન થઇ ગયા છે. ઘણા લોકો તો દર અઠવાડિયામાં એકવાર બહાર જમવા જતા હોય છે.

બહાર હોટેલમાં જમવા જવું એ કઈ ખોટું નથી પરંતુ જો તમે વારંવાર બહારનું ભોજન કરો છો તો એ તમારા સ્વસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. અમુક કારણોસર કે કોઈ તહેવાર, ફંકશનમાં તમે હોટેલમાં જાઓ છો તો તે બરાબર છે. હવે જયારે તમે હોટેલમાં જમવા જાઓ ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે.

હોટેલમાં બધી જુદી જુદી વાનગી સાથે સાથે જુદા જુદા બધા જ શાક જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ઈટાલિયન, મેક્સિકન વગેરે પ્રકારના મળી રહેતા હોય છે. સ્વાભાવિક રીતે જે લોકોને જે વસ્તુ વધારે ભાવે તે વસ્તુ લોકો વધુ ખાતા હોય છે. પરંતુ હોટેલમાં તમારે ગ્રેવી વાળા ખોરાક ખાતા પહેલા ચેતવાનું છે.

તમે જાણતા હશો કે ગ્રેવી ઘણા બધા પ્રકારની હોય છે જે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ જયારે તમે હોટેલમાં ગ્રેવી વાળા ખોરાકનો ઓર્ડર કરો છો ત્યારે તમને માત્ર 10 થી 15 મિનિટમાં જ ગરમ ગરમ સબ્જી બનાવીને આપવામાં આવે છે. પરંતુ ઘણીવાર તેમાં વાપરવામાં આવતી ગ્રેવી તાજી હોતી નથી. કારણકે તમે જાણો જ છો કે તાજી ગ્રેવી બનાવતા ઘણો સમય લાગે છે. જો તમે ઘરે ગ્રેવી બનાવતા હશો તો તમે જાણતા જ હશો આ વિષે.

ઘણી વાર સબ્જીમાં ઉપયોગ કરવામાં આવેલી ગ્રેવી ઘણા દિવસો પહેલા અથવા બે થી ચાર દિવસ પહેલા પણ બનાવેલી હોય છે. ઘણી જગ્યા એ આ ગ્રેવી અઠવાડીયા સુધી ફ્રીજમાં મુકી રાખી અને ગરમ કરીને ઉપયોગ કરવામાં આવતી હોય છે. તમને જણાવીએ કે ફ્રીજમાં ગ્રેવીને રાખવાથી તેના સ્વાદમાં તમને ખાસ ફેર જોવા મળતો નથી.

આ સાથે ગ્રેવી બનાવવા માટે જુદા જુદા પ્રકારના શાકભાજીનો ઉપયોગ થતો હોય છે. જેમાં કેટલાક તાજા શાકભાજી સાથે સડેલા કે બગડેલી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. ઘણી જગ્યાએ જે શાકભાજી ની ગુણવત્તા ઓછી હોય છે તેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

જયારે લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી ગ્રેવીમાં એસીડીક પ્રક્રિયા થાય છે અને તેમાંથી એસીડ ઉત્પન્ન થાય છે. આ એસિડના લીધે આપણા શરીરમાં 80 % આલ્ક્લીન અને 20% એસીડીકની જરૂર પડે છે, તે પ્રક્રિયા જળવાતી નથી.

જો આવી વાસી ગ્રેવી ખાવામાં આવે તો આપણી હોજરીને ઘણું નુકશાન થઇ શકે છે. આપણને જીભના સ્વાદ માટે તો ગ્રેવી ખાઈ લઈએ છીએ પરંતુ હોજરીને તેનો સામનો કરવો પડે છે. જેનાથી હોજરીને તકલીફ પડે છે. માટે ઘરની બહાર ખાવામાં આવતા ગ્રેવીવાળા શાક શરીરમાં ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે.

જો તમારે તમારા શરીરને નુકશાન કર્યા વગર ગ્રેવી વાળું શાક ખાવું હોય તો તમે ઘરે જ ગ્રેવી વાળું શાક થોડાજ સમયમાં અને એકદમ તાજું બનાવીને ખાઈ શકો છો. જો શક્ય હોય તો બહાર ખાવાનું ટાળવું જોઈએ અથવા ચકાસણી કરીને કહેવું જોઈએ. જો કે બધી વસ્તુ ઘરે બનાવીને ગરમ ગરમ ખાવાની ટેવ પાડવી વધુ ફાયદાકારક છે. ઘરે બનાવીને ખાવાથી હોજરીને નુકશાન થવાથી બચાવી શકીએ છીએ.

નોંધ: અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે. જયારે પણ હોટેલમાં જમવા જાઓ ત્યારે ફૂડની ચકાસણી કરો અને પછી જમો. બની શકે તો ઘરે જ બનાવી ખાવાનું પસંદ કરો જે તમારા સ્વસ્થ્ય માટે સારું રહેશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *