તમારી આસપાસ પણ ઘણા લોકો હશે જે જયારે તમારી સાથે વાત કરતા હોય છે ત્યારે તેમના મોંમાંથી દુર્ગંધ આવતી હોય છે. મોંમાંથી આવતી આ દુર્ગંધ ને કારણે વાતચીત કરવામાં પણ શરમ અનુભવાય છે. જો તમે પણ મોંમાંથી આવતી દુર્ગંધને કારણે પરેશાન થઇ ગયા છો તો તમારે મોંઘા માઉથ ફ્રેશનરની જરૂર નથી પરંતુ રસોડામાં રાખવામાં આવેલી આ ખાસ વસ્તુઓની જરૂર છે. તો આવો જાણીએ આ વસ્તુઓ વિષે.

વરીયાળી : ભારતમાં સદીઓથી વરિયાળીનો ઉપયોગ કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે.

આદુ : આદુનો ઉપયોગ કરીને શ્વાસની તીવ્ર દુર્ગંધ પણ મટાડી શકાય છે, જે એક સારી કુદરતી રીત છે.

આ પણ વાંચો : મોં માંથી આવતી દુર્ગંધને માત્ર બે મિનિટમાં કરો દૂર એકવાર જરૂરથી જાણી લો

એલચી : એલચી શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવાનો એક શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે, માત્ર એક ઈલાયચી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થઈ જશે.

લીલા ધાણા : જો તમને શ્વાસમાં દુર્ગંધ આવતી હોય, તો તમે તાજા લીલા ધાણા (કોથમીર) ના પાન લઈ તેને ચાવી શકો છો

ફુદીનાના પાન : શ્વાસની દુર્ગંધ દૂર કરવા અને ફ્રેશ ફીલ આપવા માટે ફુદીનાના પાનનો ઉપયોગ કરવો એ એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો : શું તમે પરસેવાથી થતી ખંજવાળથી પરેશાન છો? આ 5 ઘરેલું ઉપાય અજમાવો

તુલસીના પાન : તુલસીના તાજા પાન પણ કુદરતી માઉથ ફ્રેશનર છે, જેનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરી શકાય છે.

જામફળના પાન : શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે જામફળના ઝાડના તાજા પાંદડા પણ ચાવી શકાય છે.

ગુલાબની પાંખડીઓ : મોંને તાજું બનાવવા માટે, તમે ગુલાબની કેટલીક પાંખડીઓ તોડી શકો છો અને તેને થોડો સમય ચાવી શકો છો.

આ પણ વાંચો : દાંતની પીળાશ દુર કરવાનો રામબાણ ઈલાજ મળી ગયો છે, આ વસ્તુથી બે દિવસ બ્રશ કરશો તો મોતીના દાણા જેવા થઈ જશે દાંત

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.