મિત્રો આજે આ લેખમાં અમે તમને જે માહિતી આપવા માંગીએ છીએ તેના વિશે વાત કરીએ તો તમે આ મુખ્ય ત્રણ વસ્તુ ખાવાનું શરુ કરી દેશો તો એવું કહેવામાં આવે છે કે આખા વર્ષની જમા થયેલી બધી જ ગંદકી સાવ બહાર નીકળી જશે. આ કઈ ત્રણ વસ્તુઓ કઈ છે અને તેને ખાવાથી શું ફાયદો થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આપી દઈશું.

જો તમે પણ આ ૩ વસ્તુને હોળી પહેલા પેટ ભરીને ખાઈ લેશો તો તમને સારામાં સારો ફાયદો થશે. તો તે કઈ ત્રણ વસ્તુ છે જેને હોળી પહેલા ખાવી જોઈએ તો એક કહેવત છે કે ધાણી, ચણા અને ખજુર ખાઈ પૈસા વાળા અને મજુર.

તમને જણાવી દઈએ કે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યાં સુધી ધાણી, ચણા અને ખજુર પેટ ભરીને ખાજો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે ધાણી ખાઓ છો તે જુવારની જ હોય, તમે જો મકાઈની ધાણી ખાશો તો પેલી બીજી કહેવત જેવું પણ થશે કે બકરું કાઢતા ઉંટ પેશી જશે.

કારણ કે મકાઈની ધાણી કફવર્ધક છે અને આપણે જે શિયાળાની ઠંડી ઋતુમાં ભારે ખોરાકો લીધા હોય છે તેમાંથી જે કાચોઆમ થયો હોય તે કોલેસ્ટ્રોલ કહેવાય છે, તેને ફેફસામાંથી બહાર ખેંચી ખેચીને બહાર કાઢવાનું કામ હળદર, જુવાર ધાણી અને મીઠા વાળા કરેલા ચણા અને પોષકતત્ત્વોથી ભરપૂર ખજુર આ ત્રણેય વસ્તુ કરે છે.

ખજુર પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. તે પરમ વાયુનાશક હોવાથી જો તમને ઉધરસ આવે છે તો તેને મટાડે છે. જે લોકોને ડાયાબીટીશ હોય તેમને ખજુરની 2 કે ૩ પેશી ખાવી બાકી 6 થી 7 પેશી સામાન્ય વ્યક્તિ ખાઈ શકે છે. બની શકે તો એક ટાઈમ સાંજે તમે જમવાની જગ્યાએ જુવારની ધાણી, પીળી હળદર અને મીઠા વાળા કરેલા ચણા અને ખજુર જ ખાવાનું રાખો. તમે રાત્રે બીજાબધા ભારે ખોરાક લેવા કરતા આ એક જ એક સરળ ખોરાક લેશો તો સારામાં સારું પરિણામ મળી જશે.

મિત્રો અહીંયા જણાવેલી મુખ્ય ત્રણ વસ્તુઓ તમારે હોળીના તહેવાર પહેલા જ લેવાની છે. જો તમે આ રીતે સેવન કરશો તો તમારે કોઇપણ પ્રકારની દવાની જરૂર નહીં પડે અને તમારે દવાખાન ના ધક્કા ખાવા નહિ પડે. આ દેશી ઉપાય અજમાવવાથી તમને જો કફ હશે તો તે પણ બહાર નીકળી જશે.

આ સાથે જ જો ઉધરસ આવતી હશે તો તે પણ સાવ મટી જશે. ટૂંકમાં કહીએ તો આ ઉપાયથી આખા વર્ષ દરમિયાન શરીરમાં કોઇપણ પ્રકારની ગંદકી જમા થઇ હોય તો ધીમે ધીમે કાઢીને બહાર ફેંકી દેશે.

આમ, આજે અમે તમને આ લેખ દ્વારા હોળી પહેલા જુવારની ધાણી, હળદર વાળા ચણા અને ખજુરનું સેવન કરવાથી કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય છે તે વિષે જણાવ્યું. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ પસંદ આવ્યો હશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *