મિત્રો આજના આ લેખમાં અમે તમને દાંત માટેનો એક સૌથી સસ્તો, સરળ અને સારામાં સારો ઉપાય બતાવીશું. આ ઉપાયમાં તમારે દરરોજનો 1 રૂપિયો ખર્ચ થાય તેવો આ પ્રયોગ છે. આ ઉપાય કરવા તમારે બજારમાંથી કોઈ મોંઘી વસ્તુઓ લાવવાની જરૂર નથી.

તમે જાણો જ છો કે પહેલાના જમાનાના દાંતના ડોકટરો ન હતા, ત્યારે કોઈ દાંતની ટુથપેસ્ટ પણ નહોતી. તેમ છતાં પણ તે વખતે મહાન પુરુષો થઇ ગયા, તો પણ તેમને કોઇપણ પ્રકારની દાંતની તકલીફો નહોતી. તે લોકોના દાંત 100 વર્ષ સુધી પથ્થર જેવા મજબુત રહેતા હતા અને તેમનું આયુષ્ય પણ 100 વર્ષનું હતું.

ઉપાય 1: દાંતના દુખાવાને ઠીક કરવા માટે લવિંગ અને નારિયેળ તેલનો ઉપાય એકદમ અસરકારક છે. લવિંગ અને નારીયેળના તેલનું મિશ્રણ દાંતની સમસ્યાઓને ઠીક કરવા માટે ખુબ જ કારગર છે. આ ઉપાય એક જ મિનીટમાં દાંતના દુખાવાને ઠીક કરી શકે છે. આ બંને દેશી ઓસડીયા તરીકે ખુબ જ ઉપયોગી છે, જે આપણા બધાના રસોડામાં સરળતાથી મળી રહે છે. આ ઉપાય કરવો ખુબ જ સરળ છે.

આ ઉપાય માટે નારિયેળ તેલ અને લવિંગના પાવડરને મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ મિશ્રણને તમારા દાંત અને પેઢાં પર એટલે કે જ્યાં તમને દુખાવો થાય છે ત્યાં દાંત પર હાથની આંગળીઓની મદદથી ઘસો. આ સિવાય તમે ઈચ્છો તો એક ચપટી આ મિશ્રણને દાંતની ફરતે કે દાંતની વચ્ચે મૂકી શકો છો.

આ રીતે તમે માત્ર એક જ વખત ઉપાય કરશો અને તમને તરત જ રાહત થવા લાગશે. આ ઉપાયથી માત્ર એક જ મિનીટમાં દાંતનો ગમે તેવો દુખાવો ઠીક થઇ જશે. આ ઉપાય કરવાની સાથે જ તમને પહેલાના દુખાવામાં ખુબ જ રાહત મળશે. જો તમે આ મિશ્રણને થોડા દિવસ સતત લગાવો છો તો તમારો દાંતનો દુખાવો સાવ મટી જશે.

ઉપાય 2: આ ઉપાય માટે સૌથી પહેલા સેંધા નમક તથા સરસવના તેલની જરૂર પડશે. આ ઉપાય માટે એક વાટકી લેવાની છે અને તેમાં થોડું સેંધા નમક નાખવાનું છે. ત્યારબાદ તેમાં સરસવનું તેલ નાખવાનું છે અને બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવાની છે. જો તમને આ પેસ્ટ બનાવતી વખતે તેમાં તેલ વધુ પ્રમાણમાં દેખાય તો તેમાં થોડું મીઠું મિક્સ નાખવાનું છે અને જો મીઠું વધારે દેખાય તો તેમાં થોડું તેલ નાખવાનું છે.

પેસ્ટ લગાડવાની શ્રેષ્ટ રીત : તૈયાર થયેલી આ પેસ્ટને દરરોજ સવાર – સાંજ બે ટાઈમ આંગળી વડે દાંતના પેઢામાં ઘસવાની છે. જો તમને આંગળી વડે આ પેસ્ટ લગાડતા ન ફાવે તો તમે દાંતે ઘસવાના બ્રશનો ઉપયોગ કરી શકો છો. દરરોજ સવારે અને સાંજે બ્રશ વડે આ પેસ્ટ 5 મિનિટ ઘસશો એટલે તમને ખુબજ ફાયદો થાય છે.

ઉપાય 3: હવે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને ગ્લાસ પાણીમાં તમારે ફટકડીનો એક ટુકડો નાખવાનો છે. ત્યારબાદ ઓછામાં ઓછી એક મિનીટ અને વધુમાં વધુ દોઢ મિનીટ સુધી આ ફટકડીના ટુકડાને પાણીમાં ઓગળવા દેવાનો છે. એક મિનીટ પછી ઓગળવામાં બાકી રહેલો ટુકડાને પાણીમાંથી બહાર કાઢી લેવાનો છે.

હવે તમારે આ ફટકડીવાળા પાણીની મદદથી 4 થી 5 કોગળા કરવાના છે. જે લોકોને દાંતની સમસ્યા હોય, દાંતમાં સડો હોય, દાંત હલતા હોય, દાઢમાં દુખાવો થયો હોય, દાંત પીળા પડી ગયા હોય વગેરે જેવી દાંતને લગતી સમસ્યા હોય તો તમારે દિવસમાં 3 વાર આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ માત્રને માત્ર 3 દિવસ સુધી સતત કરશો તો તમને કોઇપણ પ્રકારનો દાંત કે દાઢ નો દુખાવો થશે નહિ.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *