આપણે ભોજનનો સ્વાદ વધારવા માટે દરરોજ કોથમીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ કોથમીર શરીરમાં પાચનથી લઈને હ્રદય તેમજ આંખો, લીવર અને લોહીં માટે ઉપયોગી છે. જયારે કોથમીર પાકી જાય ત્યારે તેના બીજ થાય છે જેને ધાણા કહેવાય છે. આ ધાણા પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ધાણાના પાવડરનો ઉપયોગ મહિલાઓ ભોજનમાં વપરાતા મસાલા પણ કરે છે. આજકાલ હવે મુખવાસ અને ભગત જેવી પડીકીમાં પણ સાફ કરેલા ધાણા ખાવામાં ઉપયોગી થાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે. જે અનેક આપણે નાના મોટા અનેક રોગોથી બચાવે છે.

આખા ધાણા શરીરને માટે ખુબ જ ઉપયોગી છે. એટલા માટે જ આખા ધાણાને ધાણાજીરુંમાં ઉપયોગ કરવામાં આવે છે. જે પાચન માટે ઉપયોગી છે. સુકા ધાણામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. જે અનેક બીમારી સામે રક્ષણ આપે છે.

જે રીતે સૂકા ધાણાના ફાયદા છે તેવી જ રીતે તેનું પાણી પણ ખુબજ ફાયદાકારક છે. આ પાણીમાં રહેલા તત્વોને લીધે તે લીવર અને હાર્ટ માટે હેલ્ધી છે તેમજ ટાઈફોડ જેવા તાવને પણ મટાડે છે. આ પાણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જે નાના મોટા રોગો સામે રક્ષણ આપે છે.

આખા ધાણાનાં ફાયદા જોવામાં આવે તો તે આયર્ન ધરાવે છે, એટલે કે તે શરીરમાં લોહીના નિર્માણમાં ઉપયોગી છે જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકે છે. તેમાં વિટામીન C અને ફોલિક એસીડ હોય છે. જેથી લોહી વધારવામાં ઉપયોગી છે.

લીવરની સફાઈની સફાઈ માટે આ પાણી ઉપયોગી છે. આ પાણી લીવરને સાફ કરે છે અને હેલ્ધી રાખે છે. જે હ્ર્દયને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે. તે કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ પાણી લોહીમાં રહેલા સુગરના પ્રમાણને ઘટાડે છે જે ડાયાબીટીસ નાં દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

આખા ધાણાનું પાણી પીવાથી વાળ મૂળથી મજબૂત થાય છે, જેના કારણે વાળનું તૂટવું ઓછું થઇ જાય છે. ધાણાના દાણામાં વિટામિન-કે, સી અને એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ધાણાનું પાણી બનાવવા માટે ધાણાને એક કપ પીવાના પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. જો તમે ખાલી પેટે તેનું સેવન કરશો તો તેનાથી તમને વધુ ફાયદા થશે. પાણીને ગાળ્યા પછી જો તમે ઇચ્છો તો ધાણાના આ બીજ ફેંકવાને બદલે, તમે તેને સૂકવી શકો છો અને તેનો પાવડર બનાવી શકો છો.

ધાણા નો ઉપયોગ કરતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો: જો તમે કોઈ પણ બીમારી માટે ધાણા નો ઉપયોગ કરો છો અને એ બીમારી માંથી છુટકારો મળી ગયો છે તો તમારે ધાણા નો ઉપયોગ બંધ કરી નાખવો, વધારે સમય સુધી કારણ વગર ઉપયોગ કરવાથી લીવર ની બીમારી થવાનો ભય રહે છે.

અમુક લોકો ને ધાણા નો ઉપયોગ કર્યા પછી ચક્કર આવવા લાગે છે, ઉલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થતી જેવી સમસ્યા થાય તો તરત જ આ ઉપાય બંધ કરવો. ગર્ભવતી મહિલાઓએ આ પાણીનું સેવન ન કરવું જોઈએ. જો તમે સનબર્ન ની સમસ્યા છે તો ધાણા નું સેવન કરવું નહિ.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *