આજકાલ ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ખોટા ખાનપાનના કારણે અનેક રોગો શરીરને ઘેરી લે છે. ડાયાબિટીસ પણ આવી જ સમસ્યા છે. અમુક શાકભાજીના સેવનથી ડાયાબિટીસને દૂર રાખી શકાય છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

ભીંડા

ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડાનું શાક સારો વિકલ્પ છે. ભીંડામાં સ્ટાર્ચ નથી અને દ્રાવ્ય ફાયબર મળી આવે છે. ભીંડી સરળતાથી પચી જાય છે. આનાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

ગાજર

ગાજરમાં વિટામીન A અને ઘણા ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીના આહારમાં ગાજરનો સમાવેશ કરવો જ જોઇએ.

કોબીજ

કોબીજ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોબીમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. કોબીજ એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સથી ભરપૂર છે.

આ પણ વાંચો : ડાયાબિટીસની સમસ્યા હોય તો કેરી ખાતા પહેલા આ વાત જાણી લેજો તમારા માટે કેરી ખાવી ફાયદાકારક છે કે નુકશાનકારક

કાકડી

કાકડી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. કાકડીમાં સ્ટાર્ચ બિલકુલ હોતું નથી. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

લીલા શાકભાજી

પાલક, દૂધી, લીલા પાંદડાવાળા શાકભાજી અને બ્રોકોલીનો આહારમાં સમાવેશ કરી શકાય છે. આ શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટામેટા

વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત ટામેટા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. ટામેટાંમાં લાઈકોપીન નામનું શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે.

આદુ

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આદુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તમે પણ આ શાકભાજી વડે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તમને આ લેખ ગમે તો લાઈક અને શેર કરજો.

આ પણ વાંચો : ડાયાબિટીસના દર્દીઓએ આખી રાત પાણીમાં પલાળેલી આ 4 વસ્તુઓ ખાવી જોઈએ, નબળાઈ અને થાક દૂર થવાની સાથે બ્લડ શુગર પણ દિવસભર નિયંત્રણમાં રહેશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.