હવે શિયાળાની ઋતુ પુરી થઇ ગઈ છે અને ઉનાળાની શુભ શરૂઆત થઇ ગઈ છે. તે સમયે ઠેર ઠેર તમને તરબૂચ ની લારીઓ અને શેરડીના રસના સીસુડા એટલે કે શેરડીનો રસ કાઢવાનું મશીન જોવા મળતું હશે. આ ઉનાળામાં લોકો ગરમીથી પરેશાન થઇ જતા હોય છે અને ઠંડક મેળવવા માટે શેરડીનો રસ પીતા હોય છે.

જો તમે શેરડીનો રસ પીતા હોવ તો અમને કોઈ વાંધો નથી, શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો માનવામાં આવે છે. પરંતુ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તેના વિશે આજે અમે આ લેખમાં તમને જણાવીશું.

જો તમે શહેરમાં કે ગામડામાં રહો છો અને ત્યાં બહાર મુસાફરી માટે ગયા હોવ છો ત્યારે તમે જોતા હશો કે હાઈ વે રસ્તા ઉપર પણ ઘણીબધી જગ્યાએ શેરડીનો રસ મળતો હોય છે એટલે તમે તે જોઈને તરત તમારું વાહન ઉભું રાખી દેતા હોવ છો અને શેરડીનો રસ પીતા પણ હોવ છો. તમારે ઉનાળામાં દરરોજ શેરડીના રસનો એક ગ્લાસ પીઈ જવાનો છે તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.

હવે તમને જણાવીએ કે શેરડીનો રસ મુખ્ય ત્રણ એલિમેન્ટથી બનેલો હોય છે. તમને જણાવીએ કે શેરડીના રસમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સીજન અને એટલા માટે જ શેરડીના રસમાં સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ હોય છે.

જયારે તમે ઉનાળામાં ખરાં તડકામાં બપોરે 12 થી 5 વાગે નીકળ્યા હોવ છો તો ત્યારે જો તમે એક ગ્લાસ શેરડીનો રસ પીવો છો ત્યારે તે તમારી બોડીમાં ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ રસ પીવાથી તમારી બોડીમાં તરત સ્ફૂર્તિ આવી જાય છે અને તમારો થાક દૂર થાય છે. કારણ કે તેમાં ગ્લુકોઝ છે અને એટલા માટે તે એબ્જોર્વ થાય છે એટલા માટે તે આપણને શક્તિ આપે છે.

શેરડીમાં 50 % ગ્લુકોઝ છે અને 50 % ફ્રુટકોઝ છે એટલે ફ્રુટકોઝ થોડું પચવામાં ભારે પડે છે. બને ત્યાં સુધી તેમાં આંદુ ઉમેરવામાં તો વધુ સારું કહેવાય છે આંદુ અને લીંબુ નાખેલો આ રસ પીવાથી પણ સારો ફાયદો થાય છે.

જે લોકોને ફેટી લીવર હોય છે તેમજ જે લોકો ડાયાબીટીશના દર્દો છે અથવા તો જે લોકોને પાચનને લગતી કોઈ સમસ્યા હોય તેવા લોકોએ શેરડીનો રસ પ્રમાણસર લેવો જોઈએ. જે લોકો લાંબા સમયથી ડાયાબીટીશથી પરેશાન છે તેવા લોકોએ તો આ શેરડીનો રસ બહુ જ ઓછો લેવો જોઈએ. જો તેવા લોકો ફક્ત ટેસ્ટ પુરતો જ આ શેરડીનો રસ લે તે તેમના માટે વધુ ફાયદાકારક છે.

હવે જો તેના કમ્પાઉંડની વાત કરીએ તો તેમાં મેજોરીટી જે મિનરલ્સ છે જેમાં સૌથી વધુ આર્યન છે એટલે કે લોહતત્વ છે જે લોહીને વધારવાનું કામ કરે છે. ત્યાર પછી પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, કોપર અને ફોસ્ફરસ છે આ બધા જ મિનરલ્સ મળી રહે છે.

જયારે આપણે શેરડીનો રસ પીઈએ છીએ ત્યારે જો તેનો પૂરેપૂરો લાભ મેળવવો હોય તો એક વસ્તુ તમારે હંમેશા મગજમાં યાદ રાખવી જોઈએ. તમે જયારે કોઈ પણ જગ્યાએ શેરડીનો રસ પીવા માટે જાવ છો તો તે જગ્યાએ મોટાભાગે એક મીઠાંની ડબ્બી અને એક ખાંડેલા ધાણા જીરાની ડબ્બી ભરેલી તમને જોવા મળશે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારે મીઠાં ભરેલી ડબ્બીને સ્પર્શ કરવાનો નથી એટલે કે તમારે રસમાં ક્યારેય મીઠું નાખવાનું નથી.

તમને જણાવીએ કે આયુર્વેદેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તમારે કોઇપણ ફ્રુટમાં કે જ્યુસની અંદર ઉપરથી મીઠાંનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહિ. કારણ કે મીઠાંની અંદર સોડીયમ ક્લોરાઈડ હોય છે, તે આપણા શરીરની અંદર જે મિનરલ્સ છે તેમને એબ્જોર્વ થતા રોકે છે એટલે આપણે જે રસ પીધો છે તેનો પુરેપુરો લાભ મેળવી શકતા નથી. આપણને જે રસ માંથી કસ મળવો જોઈએ તે પુરેપુરો આપણને મળતો નથી અને આપણા પૈસા પાણીમાં જાય છે. મીઠાંમાં જે સોડીયમ ક્લોરાઈડ છે એટલે કે આયર્ન એટલે કે લોહતત્વ તેને એબ્જોર્વ થવામાં તો મીઠું બહુ ડિસ્ટર્બન્સ ઉભું કરે છે.

લોહતત્વ કે જેનાથી હિમોગ્લોબીન વધે છે. તમે જાણતા હશો કે આજે પણ જયારે તમે ગામડાંમાં જાઓ છો અને ત્યાં જે લોકોને લોહી ઓછુ હોય તથા તેમને જો કમળો થયો હોય તો તેને ગોળ અને ચણા ખાવાનું ડોક્ટર કહે છે. આ ગોળમાં આર્યન અને લોહતત્વને વધારવાનું કામ આ ગોળ અને ચણા કરે છે. એટલા માટે કહેવાયું છે કે મીઠું કયારેય પણ તમારે શેરડીના રસમાં ઉમેરવું જોઈએ નહીં.

તમે રસમાં ધાણાજીરાનો નાખી શકો છો, લીંબુ ગમે તેટલું નાખી શકો છો, તથા તમે આદું પણ ઉમેરી શકો છો. તથા તમે કોથમરી એટલે કે ધાણા જીરું નાખી શકો છો. પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે શેરડીના રસમાં મીઠું નાખવાનું નથી નહિતર તો આપણા પૈસા પણ આપણને નુકશાન કરશે.

જો આપણે મીઠાં વગરનો અને બરફ વગરનો શેરડીનો રસ પીશું તો આપણને પૂરેપૂરો લાભ મળશે. તે આપણી બોડીને ફાયદો કરશે. તો મિત્રો આ લેખમાં અમે તમને શેરડીનો રસ કેવી રીતે પીવો તે વિષે જણાવ્યું. તમે પણ જયારે શેરડીનો રસ પીવા જાઓ ત્યારે તમારા મગજમાં આ વાત યાદ રાખજો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *