દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. એટલા માટે જ નવજાત બાળકોને દૂધ પીવડાવવામાં આવે છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવાથી બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો પીવાનું પસંદ કરે છે. કેલ્શિયમયુક્ત દૂધ પીવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે.

આ સાથે પ્રોટીન અને વિટામિન પણ ભરપૂર માત્રામાં મળે છે. ઘણા લોકો શરદી અને ઉધરસની સ્થિતિમાં દૂધમાં હળદર મિક્સ કરીને પીવે છે અને તેના ફાયદા પણ જાણે છે. પરંતુ શું તમે દૂધમાં તજ ભેળવીને પીવાના ફાયદા જાણો છો? દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી શરીરના તમામ રોગોમાં આરામ મળે છે અને ઘણી બીમારીઓ નજીક પણ નથી આવતી.

દૂધમાં તજ અને મધ મિક્સ કરો: દૂધમાં તજ પાવડર અને તેની સાથે થોડું મધ પણ મિક્સ કરો. તમને જણાવીએ કે તજમાં આયર્ન, વિટામિન એ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે મધ એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. આ બંનેને એકસાથે પીવાથી શરીરને જબરદસ્ત ફાયદો થાય છે.

આ દૂધ :બનાવવાની રીત: આ દૂધ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દો. હવે તેમાં એક મીડિયમ તજનો ટુકડો નાખો. ત્યાર બાદ દૂધને ગરમ કરીને ઉકાળી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને દૂધ એક ચમચી મધ ઉમેરી દો. ત્યાર બાદ દૂધને હલાવીને પછી ગાળી લો અને ત્યાર બાદ તેનું આ દૂધનું સેવન કરવાનું રહેશે.

એક્વાતનું ધ્યાન રાખો કે તમારે તેને ગાળ્યા વગર સેવન કરવાનું નથી. આ ઉપરાંત જો તમારે આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજને મીક્ચરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી તે દૂધનું સેવન પણ તમે કરી શકો છો.

ડાયાબીટીસ: તમને જણાવીએ કે તજ અને મધમાં એવા કેમિકલ રહેલા છે કે જો તે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાંથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે કારણ કે આ દૂધનું નિયમિત સેવન કરવાથી સૂગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. ખાસ કરીને જેને હાઇપર ડાયાબીટીસ છે તેના માટે સૌથી ઉત્તમ ગણાય છે.

સારી ઊંઘ આવે: રાત્રે ઠંડા દૂધ બદલે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે કારણ કે દૂધમાં એમીનો એસીડ હોય છે જેના કારણે મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે પરંતુ જો તેમાં તજ અને મધનો ઉપયોગ કરી ત્યાર બાદ તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ વધી જાય છે. જે આપણી ત્વચા અને વાળ બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે: ઘણા લોકોને હવામાન બદલાતાની સાથે જ છીંક અને ખાંસી આવવા લાગે છે. વારંવાર શરદી થવાનો અર્થ એ છે કે રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે તજ અને મધ ભેળવીને દૂધ પીવાથી તે વધે છે અને ચેપથી બચે છે.

પાચન પર પણ અસર દર્શાવે છે: જો તમારું પાચનતંત્ર નબળું રહે છે અને વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે, તો તમારે દૂધમાં તજ ભેળવીને પીવું જોઈએ. આ દૂધ પેટની સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ, એસિડિટી વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે.

તજ અને મધથી કોલેસ્ટ્રોલ ઘટશે: કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા આજકાલ ખૂબ જોવા મળી રહી છે. આ નસોને બ્લોક કરે છે અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.આવી સ્થિતિમાં દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેની સાથે આ દૂધ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

સાંધાના દુખાવામાં લાભકારી : શિયાળાની ઋતુમાં લોકો સાંધાના દુખાવાથી વધુ પરેશાન થાય છે. આવામાં દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાની તકલીફમાં પણ રાહત થાય છે. દૂધમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે.

જયારે મઘમાં એંટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે. આવામાં નિયમિત રૂપે દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી તમને સાંધા અને હાડકાંના દુ:ખાવામાં ખૂબ લાભ મળશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *