કિસમિસ એટકે કે સૂકી દ્રાક્ષ. કિસમિસને ઘણી રીતે ખાવામાં આવે છે. તેને રાંધીને, પકાવીને અથવા તેને એમજ સીધી ખાઈ શકાય છે. કિસમિસ એક ખૂબ જ શક્તિશાળી પૌષ્ટિક ડ્રાયફ્રૂટ છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને ફાઈબર મળી આવે છે. કિસમિસ શરીરને તાત્કાલિક એનર્જી આપે છે. જો કે તેમાં ઘણી બધી સુગર હોય છે, પરંતુ આ સુગર કોઈ ખાસ નુકસાન પહોંચાડતી નથી.

કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે આપણા શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે. જો તમે સૂકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. કિશમિશના નિયમિત સેવનથી પાચનશક્તિ વધે છે. વજન ઘટાડવામાં કિસમિસ પણ રામબાણ સાબિત થઈ શકે છે. હેલ્થલાઈનના સમાચાર મુજબ પોષક તત્વોથી ભરપૂર સૂકી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

કિસમિસ લોહી વધારે છે

કિસમિસને આખી રાત પલાળીને સવારે તેનું સેવન કરવાથી તેમાં રહેલા પોષક તત્વોની સાંદ્રતા વધે છે. કિસમિસમાં આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. આ જ કારણ છે કે કિસમિસ લોહીમાં આરબીસી વધારવામાં મદદ કરે છે. જ્યારે લોહીમાં આરબીસીની સંખ્યા વધે છે, ત્યારે લોહીનું પ્રમાણ પણ વધશે અને હિમોગ્લોબિન પણ વધશે, જેનો અર્થ છે કે લોહીમાં વધુ ઓક્સિજન હશે. તેનાથી શરીરના દરેક અંગ સુધી લોહી યોગ્ય રીતે પહોંચશે અને નસોમાં તાકાત આવશે. તેથી જ એનિમિયામાં કિસમિસ ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો : રાત્રે આ વસ્તુના 10 થી 15 દાણા પલાળીને સવારે ખાલી પેટ ખાઈ લો, લોહીની ઉણપ દૂર થઇ લોહી વધવા લાગશે

પાચનક્રિયાને મજબૂત કરે છે

કિસમિસના પાણીનું નિયમિત સવારે સેવન કરવાથી કબજિયાત, એસિડિટી અને થાકમાં રાહત મળે છે. કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જ્યારે સૂકી કિસમિસને પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તે કુદરતી રેચક બની જાય છે. એટલે કે તે પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

કિસમિસમાં પણ પોટેશિયમની માત્રા વધુ હોય છે. તે શરીરમાં મીઠાની માત્રાને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. કિસમિસનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય થઈ જાય છે. તે તમારા શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બીપી હોય અથવા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું હોય, આવા લોકોએ કિસમિસનું સેવન કરવું જોઈએ.

હાડકાંને મજબૂત કરે છે

તમને જણાવીએ કે બોરોન હાડકા બનાવવા માટે જરૂરી છે. પલાળેલી કિસમિસમાં પર્યાપ્ત માત્રામાં બોરોન હોય છે જે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે. આ સાથે કિસમિસમાં કેલ્શિયમ અને ઘણા પ્રકારના સૂક્ષ્મ પોષકતત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કિસમિસમાં વિટામિન B અને વિટામિન C હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સાથે કિશમિશમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે જે શરીરને બળતરાથી બચાવે છે. આ સાથે જ, તે એન્ટી-બેક્ટેરિયલ પણ છે જે કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે.

આ પણ વાંચો : આ 4 ખાદ્યપદાર્થો પેટમાં ઝડપથી બનાવે છે યુરિક એસિડ, વધુ સેવન કરવાથી કિડનીમાં પથરી થશે

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.