શું તમે પણ વજન ઘટાડવા માટે બજારુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ગયા છો, શું તમારે પેટની જામી ગયેલી ચરબી ઘટાડવી છે, શું તમારે કમરની ચરબી ઘટાડવી છે, શું તમારે ખરેખર વજન ઘટાડવું છે, તો આજે અમે આ લેખમાં તમને એકપણ રૂપિયાની દવા કે કોઈ ડાયટપ્લાન વગર ચરબીને દૂર કરીને વજનને ઘટાડવા માટે કેટલાક ઉપાય જણાવીશું. જે ઉપાય તમારે રોજિંદા જીવનમાં અપનાવી લેવાના છે.

આ નિયમોનું તમે રોજે પાલન કરશો તો તમારું વજન માત્ર એક જ મહિનામાં 7 થી 10 કિલો ઓછું થઈ જશે. વજનની સાથે તમે પેટની ચરબી પણ ઘટી જશે. આ નિયમો દરેક વ્યક્તિ ચુસ્ત પણે પાલન કરશે તો દરેક વ્યક્તિ વજન અને ચરબી ઘટાડી લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી અને ફિટ રહેશે.

આજના વ્યસ્ત અને ભાગદોડ ભરી જિંદગીમાં મોટાભાગે લોકો બેઠાળુ જીવન જીવતા હોય તેમને ચરબી અને વજન વઘારે હોવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે. વજન અને ચરબી વધારે હોવાથી ચાલવામાં, બેસવામાં, કપડાં પહેરવામાં , દોડવામાં, ઉઠવા બેસવામાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

આપણી કેટલીક ખરાબ ટેવોના કારણે આપણા પેટમાં ચરબીનું પ્રમાણ વઘતું હોય છે જેને ઘણા લોકો ચરબી જામી જવું કહેતા હોય છે. પેટમાં વધારે ચરબી ભેગી થઈ જવાથી આપણા શરીરમાં ઘણી નાની મોટી બીમારીઓ થવાની સંભાવના વઘી જાય છે. માટે નાની મોટી બીમારી બચવા માટે આપણે કેટલાક નિયમોનું પાલન કરીને સરળતાથી વજન અને પેટની ચરબી ઘટાડી શકીએ છીએ. તો આવો જાણીએ કયાં નિયમોનું પાલન કરવું જોઈએ.

સૂર્યોદય પહેલા ઉઠવું: સવારે વહેલું ઉઠવું એ વજન ઘટાડવા માટે ખુબ જ જરૂરી છે. સવારે વહેલા ઉઠવાથી જો તમારે કોઈ બીજી એક્ટિવિટી કરવી હોય તો તે તમે સરળતાથી કરી શકો છો કારણકે તમારી પાસે સવારે પૂરતો સમય હોય છે. સવારે વહેલા ઉઠીને અન્ય એક્ટિવાઈટી માટે 10 થી 15 મિનિટ નો સમય તમે આપી શકો છો. જે તમારું વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીવું: વહેલા ઉઠીને સૌ પ્રથમ તમારે એક ગ્લાસ નવશેકું હૂંફાળું પાણી ગરમ કરીને પીવું જોઈએ. જો તમારી પેટની ચરબી સામાન્ય કરતા વધુ છે તો સવારે જે હૂંફાળું પાણી કર્યું હોય તેમાં એક લીંબુનો રસ મિક્સ કરીને પી જવું. વજન અને ચરબીને ઘટાડવા માટે હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું: રોજે ચાલવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જેમને વજન અને પેટની ચરબી ઘટાડવી છે તેમને રોજે સવારે અને સાંજે બંને ટાઈમ ચાલવું જોઈએ. તમને જણાવીએ કે ચાલવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે અને વજન પણ ઘટવા લાગે છે. આ નિયમનું જો દરેક વ્યક્તિ પાલન કરે તો તે પોતાની બોડીને મેઈન્ટેઈન રાખી શકે છે. આ ત્રીજો નિયમ પણ વજન ઘટાડવા માટે ખુબ જ મહત્વનો છે.

કસરત અને યોગા કરવા: દરેક લોકોએ રોજે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત અને યોગા કરવા જોઈએ. રોજે કસરત અને યોગા કરવાથી આપણા શરીરના દરેક અંગો યોગ્ય રીતે કામ કરી શકે છે. જેથી આપણા શરીરને ભરપૂર એનર્જી મળી રહે છે. આ ચોથો નિયમ પણ પેટની ચરબીને ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે.

પેટને સાફ કરવું: જો તમે રાત્રીના સમયે ભારે ભોજન કર્યું હોય અને તે ખોરાક પચવાનો રહી ગયો હોય તો સવારે ઉઠીને ઉપરના ચાર નિયમનું યોગ્ય રીતે પાલન કરશો તો ખોરાક પચી જશે. ખોરાક સરળતાથી પચી જવાથી સવારે પેટ સરળતાથી સાફ થઈ જશે અને પેટની કોઈ સમસ્યા થશે નહીં. પેટ સાફ થવાથી ચરબી વધતી નથી અને વધેલ ચરબીના થરને પણ ઓછું કરવામાં મદદ કરશે. વજન અને ચરબીને ઘટાડવા માટે આ પાંચમો નિયમ ખુબ જ ઉપયોગી છે.

કયા સમયે કેટલું જમવું: સવારે 7 થી 9 વાગ્યા સુઘીમાં હળવો નાસ્તો કરવો, ત્યાર પછી 10 થી 11 વાગે કોઈ પણ એક મોસમી ફળનું સેવન કરવું, ત્યાર પછી બપોરે 12 થી 1 વાગ્યા સુઘીમાં જમી લેવું અને રાત્રીના સમયે 7 વાગ્યા સુધીમાં જમી લેવું, રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવાનો પ્રયત્ન કરો. ઘ્યાનમાં રાખવું કે કોઈ પણ ખોરાક લો તો તે ખોરાક પેટ ભરીને ન ખાઓ. થોડા ભૂખ્યા જરૂર રહો.

જમતી વખતે શું ના પીવું: અમારે ઘણા લોકોને ભોજન કરતા હોય ત્યારે વચ્ચે વારંવાર પાણી પીવાની આદત હોય છે. માટે ભોજન કરતી વખતે પાણી ના પીવું જોઈએ. આ ઉપરાંત જમ્યાં પછી ઠંડુ પાણી કે ઠંડા પીણાંનું સેવન પણ ના કરવું જોઈએ. જમ્યાના 45 મિનિટ પછી પાણીનું સેવન કરવું જોઈએ.

જમ્યા પછી શું ખાવું: જમ્યા પછી રોજે એક ચમચી વરિયાળી અથવા વરિયાળીના મુખવાસનું સેવન કરવું જોઈએ. વરિયાળીનું સેવન કરવાથી આપણા શરીરમાં પાચનક્રિયાને સુઘારે છે. પાચનક્રિયામાં સુઘારો થવાથી પાચનતંત્ર મજબૂત બંને છે. માટે રોજે જમ્યા પછી આ નિયમનું ખાસ પાલન કરવું જોઈએ.

જમ્યા પછી કયારેય સૂવું ના જોઈએ: ઘણા લોકોની ટેવ હોય છે કે જમ્યા પછી તરત જ સુઈ જાય છે. પરનું તમારે જમ્યાના બે થી ત્રણ કલાક પછી જ સૂવું. જો તમારે પેટની ચરબી અને વજન ઘટાડાવું હોય તો બહારના ફાસ્ટ ફૂડ, વધારે મસાલેદાર અને જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત મેંદા વાળી વસ્તુઓ પણ ના ખાવી જોઈએ.

જો મિત્રો તમે પણ અહીંયા જણાવેલ નિયમોનું ચુસ્ત પણે પાલન કરશો તો તમે ખુબ જ સરળતાથી પેટની ચરબીને ઓગાળીને વજન ઘટાડી શકો છો. વઘારે પૈસાનો ખર્ચ જિમ માં કર્યા કરતા આ નિયમોનું પાલન કરશો તો કોઈ પણ ખર્ચ કર્યા વગર જ પેટની ચરબી ઓગળી જશે અને વજન પણ ઓછું થઈ જશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *