આપણા દરેક ઘરમાં ચાની ગરણી હોય જ છે. કારણકે આ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. દરેક ઘરમાં ગરણીનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. ઘણા લોકો વર્ષો સુધી એકને એક જ ગરણીનો ઉપયોગ કરતા રહે છે અને તેનાથી ગરણી ગંદી થતી જાય છે.

જ્યારે ઘણા લોકો ગરણીમાં થોડી ગંદકી થતા જ તેને ફેંકી દે છે. જો કે તમે ચાની ગરણીનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો, પરંતુ એક વાત સાચી છે કે, ચાની ગરણી સાફ રહે તો આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું રહે.

બે પ્રકારની ગરણી એટલે કે સ્ટીલની હોય કે પ્લાસ્ટિકની, એક વખત જો તેના પર ડાઘ લાગી જ જાય છે અને તેને કાઢવા પણ ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ શું તમે આ ચાની ગરણીને સાફ કરવાની રીત જાણો છો ખરા? તમારો જવાન હશે ના, તમને જણાવીએ કે તમે ખુબ જ સરળ રીતે ગરણીના ડાઘ દૂર કરી શકો છો.

અહીંયા તમને એવી રીત જણાવીશું જેનાથી તમે એક વખતમાં જ ગરણીના ડાઘ દૂર કરી શકશો. આ સિવાય તમને જણાવી દઈએ કે, તમે આ રીતથી ગરણીમાં રહેલ તેલના મુશ્કેલમાં મુશ્કેલ ડાઘ પણ સરળતાથી સાફ કરી શકો છો.

ઘણા લોકો ગરણી સાફ કરવા માટે લીંબુ, વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વાર આ બધાથી પણ ગરણીના ડાઘ દૂર કરી શકાય છે પરંતુ હજુ એક એવી વસ્તુ છે જે ખુબ જ અસરકારક છે. તે વસ્તુનું નામ છે “ઈનો”.

ખાસ કરીને આપણે ઈનોનો ઉપયોગ ઈડલી અને ઢોકળા બનાવવામાં કરતા હોઈએ છીએ. આથી તે આપણી આસપાસ દુકાનેથી સરળતાથી મળી પણ જાય છે. ઇનોને ચાની ગરણી સાફ કરવા માટે ખુબ જ સારો ઉપાય માનવામાં આવે છે.

1- સ્ટીલની ગરણી સાફ કરવા માટેની સરળ રીત : મોટાભાગે સ્ટીલની ગરણી ખુબ જ ઝડપથી સાફ થઈ જાય છે. જો તમારી ગરણી ખુબ જૂની નથી તો તમે 10-12 દિવસે તેને ગેસ પર રાખીને બાળી નાખો. આમ કરવાથી તેની અંદરના કણ પણ બળી જશે, અને ઠપકારવાથી તે જલ્દી નીકળી જાય છે. સ્ટીલની ગરણીને તમે સીધી ગેસના બર્નર પર રાખી શકો છો, આ એકદમ સરળ રીત છે.

જો તમારી ગરણી ખુબ જૂની છે અને વધુ ગંદી થઇ ગઈ છે તો આપનાવો આ ટિપ્સ : સૌ પ્રથમ ગેસ પર રાખીને ગરણીને ગરમ કરો. ત્યારબાદ એક મોટા વાસણમાં ગરમ પાણી લો, તેમાં તરત જ ઈનો નાખીને ગરણીને તેમાં નાખી દો.

આમ કરવાથી અહીં એક કેમિકલ રીએક્શન થશે અને ગરણી પર એક મિનીટમાં જ અસર જોવા મળશે. ત્યાર પછી એક ટૂથબ્રશની મદદથી તેને ચારેબાજુથી સાફ કરી લો. આમ કરવાથી તે ખુબ જ સરળતાથી સાફ થઈ જાય છે. જો તમે ઈચ્છો તો થોડો ધોવાનો પાવડર પણ લઈ શકો છો.

2- પ્લાસ્ટીકની ગરણી સાફ કરવાની સરળ રીત : સૌથી પહેલા તમે ગરમ પાણીમાં ઈનો નાખીને તરત જ તેમાં પ્લાસ્ટિકની ગરણી નાખી દો. આ ગરણીને આ રીતે સરળતાથી સાફ કરી શકાય છે. એક મિનીટમાં તે સાફ થવા લાગશે અને પછી તમે તેને બ્રશથી ઘસી શકો છો. તેમાં લાગેલા કાળા ડાઘ પણ જલ્દી સાફ થઈ જશે.

જો તમારી પાસે ઈનો નથી તો તમે તેની જગ્યાએ તમે અડધી ચમચી બેકિંગ સોડા અને તેમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આ રીત અપનાવી શકો છો. પણ ત્યાર પછી ગરણીને સાદા પાણીથી સાફ કરી લેવી જરૂરી છે. આમ રીત તમે આજે જ ટ્રાઈ કરી શકો છો અને પોતાની ગરણીની ગંદકી દુર કરી શકો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *