મિત્રો આપણે બધાને અમુક શાકભાજી વધુ દિવસ સુધી સ્ટોર કરવાની આદત હોય છે. તેથી આપણે જ્યારે પણ તે શાકભાજીની સિઝન આવે છે ત્યારે તેને સ્ટોર કરીને ફ્રિઝમાં મૂકી દઈએ છીએ. જેથી કરીને આપણે તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ.

પરંતુ જો તમારે લીલા મરચાને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી મુકવા છે અને તેનો ઉપયોગ કરવો છે તો તમે તેને ફ્રિઝમાં અલગ રીતે સ્ટોર કરી શકો છો. તો આજે અમે તમને મરચા સ્ટોર કરવાની ટિપ્સ વિષે જણાવીશું.

તમે ઘણી વખત જોયું હશે કે લીલા મરચા ખુબજ ઝડપથી સુકાઈ જાય છે અથવા તો થોડા દિવસમાં જ લાલ થવા લાગે છે. પછી ભલે તમે તેને ફ્રિઝમાં રાખો કે બહાર રાખો. તો પણ તે 1 અઠવાડિયામાં લાલ અથવા તો સુકાઈ જાય છે. લીલા મરચા સાથે આ સમસ્યા બધા લોકો સાથે થાય છે. આથી તમે વધુ પ્રમાણમાં લીલા મરચા પણ નથી ખરીદી શકતા.

પરંતુ આ લેખમાં અમે તમને એ ટ્રીક વિશે જણાવશું. તેનાથી તમારા લીલા મરચાના સ્વાદમાં પણ ફેરફાર પડશે નહીં અને તે લાંબો સમય સુધી ખરાબ પણ થશે નહીં. માત્ર તમને મરચાને રેફ્રીજરેટર કેમ કરવા તેની તમને ખબર હોવી જોઈએ.

બે અઠવાડિયાની અંદર લીલા મરચાનો ઉપયોગ કરવો છે તો આ રીતે લીલા મરચાને સ્ટોર કરો : સૌથી પહેલા બજારમાંથી તાજા લીલા મરચા લાવીને, પાણીમાં સારી રીતે ધોઈને અડધાકલાક માટે પાણીમાં રાખી મુકો. પછી તેને પાણીમાંથી બહાર કાઢીને તેના ઉપરના ડીટીયા તોડી નાખો.

હવે બધા લીલા મરચાને સાફ ટુવાલ પર સુકવી નાખો. ત્યાર પછી તેને પેપર ટીશુંથી રેપ કરી લો અને ફ્રિઝમાં જીપલોક બેગમાં સ્ટોર કરવા મૂકી દો. જેનાથી મરચા પર ફ્રિઝની સીધી ઠંડક ન લાગે. જો તમે આ ટ્રીક અપનાવશો તો ફ્રિઝમાં બે અઠવાડિયા સુધી લીલા મરચા સારા રહેશે.

બે અઠવાડિયા ઉપર લીલા મરચાને સ્ટોર કરવા અપનાવો આ ટ્રીક : જો તમે વધુ મરચા લાવ્યા છો અને તમને લાગે છે કે તે બે અઠવાડિયા સુધી ઉપયોગ કરવા છતાં વધશે તો તમે અપનાવો આ ટ્રીક.

આ માટે ઉપર જેમ શરૂઆતના સ્ટેપ જણાવ્યા તેજ સ્ટેપ રહેશે. આમ પહેલા મરચાને ધોઈ નાખો, પછી પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ તેના ડીટીયા તોડો, ટુવાલમાં સુકવી નાખો. હવે તેની આગળની પ્રોસેસ શરૂ થશે.

હવે કોઈ એક પ્લેટમાં ક્લીન ફિલ્મ રેપ કરો અને તેમાં બધા મરચા નાખી દો. ત્યારબાદ તેને ઉપરથી પણ ક્લીન ફિલ્મ રેપ કરી લો. ત્યાર પછી તમારે તેને ફ્રિઝમાં થોડા કલાકો માટે જમાવવાના છે. હવે તેને કાઢીને કોઈ ફ્રીજર સેફ બેગમાં સ્ટોર કરો અને એક સ્ટ્રોની મદદથી બેગમાંથી એક્સ્ટ્રા એર પણ કાઢી કશો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *