શિયાળાની ઋતુમાં બધા લોકો ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરતા હોય છે. તે ખાવામાં તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય જ છે સાથે જ તેમના અઢળક ફાયદાઓ પણ હોય છે. શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમી પ્રદાન કરે છે.

ગુંદના લાડુ ગુંદ, ડ્રાય ફ્રૂટ્સ, નારિયેળ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવેલ એક હેલ્ધી અને ટેસ્ટી શિયાળાના ખાસ ગુંદના લાડુની રેસીપી છે. આ લાડુ કેલરી અને પોષક તત્વોથી ભરપૂર છે અને શિયાળા દરમિયાન જરૂરી ગરમી અને હૂંફ પ્રદાન કરે છે.

તે કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત છે તેથી બાળકો, માતાઓ અને વૃદ્ધ લોકો માટે ખુબજ ફાયદાકારક છે. આ લેખમાં તમને ગુંદના લાડુ બનાવવાની રીત અને આ લાડુ ખાવાથી થતા ફાયદાઓ વિષે તમને જણાવીશું.

સામગ્રી: 100 ગ્રામ ગુંદ, 280 ગ્રામ ઘી, 300 ગ્રામ ગોળ, 100 ગ્રામ ઘઉંનો લોટ, 100 ગ્રામ સૂકું નારિયેળ, 2 ચમચી સમારેલા કાજુ, 2 ચમચી સમારેલી બદામ, 2 ચમચી તરબૂચના બીજ, 2 ચમચી કિસમિસ, 2 ચમચી ખસખસ, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી સૂકું આદુ પાવડર, 1 ચમચી એલચી પાવડર

ગુંદના લાડુ બાણાવવાની રીત: એક જાડા તળિયાની તપેલીમાં થોડું ઘી ગરમ કરો અને ગુંદને શેકી લો. પછી બાઉલનો ઉપયોગ કરીને અથવા તમારા હાથથી ગોંડને ક્રશ કરી નાખો અને બાજુમાં રાખી દો. ત્યારબાદ કાજુ, બદામ, તરબૂચના બીજ અને કિસમિસને પણ ઘીમાં શેકી લો અને મિક્સિંગ બાઉલમાં ઉમેરો.

હવે, એક કડાઈમાં સુકા નારિયળ અને ખસખસ શેકી લો અને મિક્સિંગ બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક કડાઈમાં થોડું ઘી ઉમેરો, ઘઉંનો લોટ ઉમેરો અને તેનો રંગ બદલાય અને સુગંધિત ન થાય ત્યાં સુધી તેને શેકી લો. પછી શેકેલા લોટને મિક્સિંગ બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ પેનમાં ઘી ગરમ કરો, તેમાં સમારેલો ગોળ ઉમેરો અને ઓગાળી લો.

જ્યારે ગોળ ઓગળી જાય, ત્યારે ગેસ બંધ કરી દો અને ગંઠોડા પાવડર, એલચી પાવડર અને સૂકા આદુ પાવડર ઉમેરો. બધું સારી રીતે નિક્સ કરી દો. હવે મિક્સિંગ બાઉલમાં ગોળની ચાસણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે ગ્રીસ કરેલા હાથથી લાડુ ​​બનાવવાનું શરૂ કરો. લાડુ બનાવીને એક એર ટાઈટ ડબ્બામાં રાખી દો.

આ લાડુ ખાવાથી આંખોની રોશનીમાં સુધારો થાય છે. ગુંદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર, કૈલ્શિયમ અને મૈગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. સંધિવાના દર્દીઓ માટે ગુંદનાં લાડુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમના સેવનથી પીઠ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.

ગુંદના લાડુનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરવામમાં મદદ કરે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. ગુડના લાડુ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

ગુંદર પ્રોટીન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે જે શરીરને એનર્જી આપે છે. ગુંદરના લાડુ પોષક તત્વોથી ભરપૂર હોવાથી લોકો શિયાળામાં ખાવાનું પસંદ કરે છે. મહિલાઓ માટે પણ આ લાડુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ ઉપરાન્ત ગુંદના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે, લોહીની ઉણપ દૂર થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે આ લાડુ ખાસ ઉપયોગી છે કેમ કે ગુંદર કરોડરજ્જુના હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *