આપણી આસપાસ ઘણી મહિલાઓ હોય છે જેમના ચહેરા પર અનિચ્છનીય વાળ આવેલા હોય છે. આ અનિચ્છનીય વાળ કોઈ પણ મહિલાને શરમમાં મૂકી દે છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિ કોઈ પણ માણસ સામે ખુલી વાત કરી શકતી નથી.

જો કે અત્યારના દિવસોમાં અણગમતી ત્વચા પર રૂંવાટી આવવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. અત્યારના દિવસોમાં મહિલાઓમાં સૌથી વધુ સમસ્યા અણગમતા વાળની જોવા મળે છે. ચહેરા પર અણગમતા વાળ હોવાના કારણે વ્યક્તિ ગમે તેટલો ગોરો અને સુંદર હોય તો પણ તેની સુંદરતા ઓછી દેખાતી હોય છે.

મહિલાઓ માટે સુંદરતાને વધારવા માટે અણગમતા વાળને દૂર કરવા ખુબ જ જરૂરી બની જાય છે. ખાસ કરીને અણગમતી રૂંવાટી મૂછો પર અને દાઢીના ભાગમાં જોવા મળતી હોય છે. જેને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે.

જો તમે પણ ચહેરા પરના અનિચ્છનીય વાળથી પરેશાન છે તો આજે અમે તમને અણગમતા વાળથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, જેના દ્વારા થોડી મિનીટોમાં તમે એ વાળને દુર કરી શકશો અને ત્વચાને ગ્લોઈંગ બનાવી શકશો.

અણગમતા અથવા અનિચ્છનીય વાળને દુર કરવા માટે ફટકડી ખુબ જ અસરકારક સાબિત થાય છે. ફટકડીમાં કેટલાક અન્ય વસ્તુઓને મિક્સ કરીને રેડીમેઈડ રેસિપીથી વાળને આસાનીથી દૂર કરીને સુંદરતાને જાળવી શકાય છે. તો આવો જાણીએ કે ચહેરા પરના અનિચ્છનીય વાળને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કેવી રીતે થાય છે

ફટકડીનો ઉપયોગ : આપણામાંથી મોટાભાગના લોકો શેવિંગ પછી બળતરાને દૂર કરવા માટે રસોડામાં રહેલી ફટકડીનો ઉપયોગ કરે છે. તમને જણાવીએ કે ફટકડી ઘણા પ્રકારની આવે છે, પરંતુ પોટેશિયમ ફટકડીનો ઉપયોગ વધારે ઘરના કામોમાં થાય છે.

ફટકડી નો ઉપયોગ ત્વચા પર કોઈ પણ ચીરા એટલે કે ઘા લાગ્યો હોય તેને ઠીક કરવા તો થાય સાથે સાથે તે અનિચ્છનીય વાળને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત ફટકડીનો ફેસપેકના રૂપમાં ઉપયોગ ત્વચા પર પડેલ ડાગ દૂર કરી અને ખીલને ઓછા કરીને ત્વચાને સુંદર બનાવે છે.

અણગમતા વાળને દૂર કરવા માટે ફટકડી : તમને જણાવીએ કે પ્રાચીન કાળથી ફટકડીનો ઉપયોગ ચહેરા પર રહેલ અણગમતા વાળને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય તરીકે કરવામાં આવે છે અને તે ખરેખર સારી રીતે કામ કરે છે. ફટકડીનો ઉપયોગ ચહેરાના અને શરીરના અણગમતા વાળને દૂર કરવા માટે અસરકારક રીતે કરી શકાય છે.

ફેસપેક માટે જરૂરી સામગ્રી : 2 ચમચી ફટકડી પાવડર, 4 ચમચી ગુલાબજળ, 4 ટીપાં લીંબુનો રસ, 1 ચપટી હળદર.

ફેસપેક બનાવવાની રીત : સૌ પ્રથમ ફટકડીનો પાવડર તૈયાર કરી લો અને તેને એક બાઉલમાં લઈ લો. આ ફટકડીના પાવડરમાં ગુલાબજળ, લીંબુનો રસ અને હળદર વારાફરથી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો.

પેસ્ટ નો ઉપયોગ કઈ રીતે કરવો : સૌથી પહેલા ચહેરાને સારી રીતે ફેશવોસ દ્વારા સાફ કરી લો. ત્યારબાદ તૈયાર પેસ્ટને સારી રીતે ત્વચા પર લગાવી લો. પછી પેસ્ટને સારી રીતે સુકાવા દો અને જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય, એ પછી ગોળાકાર ગતિમાં ઘસવાનું શરૂ કરી દો. પછી ધીમે ધીમે ફટકડીના ફેસપેકને ચહેરા પરથી દૂર કરી દો. આ ફેસપેક ચહેરા પરના અણગમતા વાળના મૂળને નબળા કરી દે છે અને વાળને દૂર કરવામાં મદદ કરે છે.

વાળને દૂર કરવા માટે લાગવા માટેનો સમય : આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના વાળના વિકાસમાં રૂકાવટ આવી જાય છે અને ચહેરા પરના અણગમતા વાળનો વિકાસ ધીમે-ધીમે ઓછો થવા લાગે છે.

જો લોકોના ચહેરા પરના વાળ ખુબ જ મોટા છે અને જાડા છે, તો વાળના મૂળ નબળા પડવામાં થોડો સમય લાગી શકે છે. ગુલાબજળ ભલેને ત્વચાને સુકાતા રોકે છે, પરંતુ જો તમારી ત્વચા વધારે સૂકી છે, તો ફટકડી ત્વચાને સૂકી બનાવી શકે છે. તેથી આ ઉપચારને કર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈજરનો ઉપયોગ ભૂલ્યા વગર જરૂરથી કરો.

નોંધ: ફટકડીનો ઉપયોગ ત્વચા પર રહેલ અણગમતા વાળને દૂર કરવા માટે એક અસરકારક ઉપાય છે, પરંતુ સંવેદનશીલ ત્વચા પર તેનો ઉપયોગ કરતાં પહેલા પેચ ટેસ્ટ કરો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *