મિત્રો તમે અવાર-નવાર જોતા હશો કે ઘણા લોકો ચાલતાં ચાલતાં પડી જાય તો પણ એમના હાથ કે પગનું હાડકું તરત જ ભાંગી જાય છે અને ક્યારે કેટલાક લોકો ચાલુ વાહન પરથી પડી જાય તો પણ તેમને સામાન્ય ઘા-ઘસરકા સિવાય બીજું કશું થતું નથી. એટલે કે એમ કહી શકાય કે એમના હાડકાં મજબૂત પેલા લોકો કરતા મજબૂત છે.

ઉંમરની સાથે શરીરમાં ઘણા બધા ફેરફાર થાય છે જેમાં હાડકાં પણ નબળા થતા જાય છે. ઉમર વધવાથી શરીરમાં પહેલા જેવી તાકાત અને મજબૂતી રહેતી નથી એટલા માટે પેહેલા કરતા કામ પણ ખુબ ધીમી ગતિએ થાય છે. હાડકાં ખૂબ જ નબળા થઇ જવાની સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. હાડકા નબળા હોવાથી હાડકાંમાં દુખાઓ અને ફ્રેક્ચર પણ થઇ શકે છે.

શરીરમાં થતી સમસ્યાઓ જેવી કે દાંત માં દુખાવો થવો, પગમાં દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણમાં દુખાઓ, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ કેલ્શિયમ ની ઉણપના કારણે થાય છે. તમને પણ આવી કોઈ સમસ્યાથી પીડિત છો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે.

તમને જણાવીએ કે ઑસ્ટિયોપોરોસિસનું સામાન્ય કારણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ સિવાય બીજા કેટલાક પોષક તત્ત્વોની ઉણપના કારણો પણ હાડકાંમાં નબળાઇનું કારણ બની શકે છે. તો આવો જાણીએ હાડકાને મજબૂત બનાવવા અને કેલ્શિયમની ઉણપ દૂર કરવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે.

ચણા: જો તમે શાકાહારી છો તો તમારા માટે ચણાને પ્રોટીન અને કેલ્શિયમનો સૌથી સારા સ્ત્રોત કહી શકાય છે કારણકે 100 ગ્રામ ચણામાં 105 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. ચણાનું સેવન તમે ઘણી બધી રીતે કરી શકો છો જેમ કે તેને સલાડ બનાવીને, તેને બાફીને કે ગ્રેવી બનાવીને પણ કરી શકો છો.

દૂધ: દૂધ માં ભરપૂર માત્રામાં કેલ્સિયમ હોય છે એટલા માટે જ તેને સુપરફૂડ કહેવામાં આવે છે જે નબળા હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે બજારુ દૂધ કરતા ઘરેલુ દૂધ એટલે કે પોતાના ઘરે કે આસપાસ ભેંશો કે ગાય રાખતા લોકો પાસેથી પીવો છો તો તમને વધુ કેલ્શિયમ મળી શકે કારણે કે બજારુ દૂધમાં મેળશેળ વધુ હોય છે. જો દૂધ કાઢીને તેને તરત જ પીવામાં આવે તો વધુ ફાયદો થઇ શકે છે.

સોયા અને ટોફુ : સોયા અને ટોફુ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે એટલા માટે જો તમને કેલ્શિયમની ઉણપ છે તો તમે સોયા અને ટોફુ ખાઈ શકો છો. તમને જણાવીએ કે માત્ર અડધો કપ સોયાબીન ખાવાથી 225 મિલી કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત 250 મિલી કેલ્શિયમ અડધો કપ ટોફુ ખાવાથી મળે છે.

ટામેટા: ટામેટા વિટામિન K અને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે એટલા માટે બની શકે તો દરરોજ એક ટામેટું ખાવું જોઈએ. ટામેટું ખાવાથી નબળા પડી ગયેલા હાડકા મજબૂત થાય છે અને શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ દૂર થઇ હાડકા પણ મજબૂત બને છે.

અંજીર: અંજીરને ફાઈબર અને કેલ્શિયમ નો ઉતમ શ્રેષ્ટ માનવામાં આવે છે કારણકે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ અંજીરમાંથી 160 મિલિગ્રામ કેલ્શિયમ તમને મળી રહે છે. જો તમે પેટની સમસ્યાઓ કે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો પણ અંજીર ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

બદામ: બદામ ખુબજ મોંઘી મળે છે એટલે બદામ બધા લોકો ખાઈ શકતા નથી પરંતુ તમને જણાવીએ કે 100 ગ્રામ બદામમાં 260 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે જે હાડકાને મજબૂત બનાવવાની સાથે દાંત ને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે તે તમારી ત્વચાને પણ જુવાન રાખે છે.

તલ: તલ દેખાવમાં સફેદ અને નાના કદના હોય છે પરંતુ તમને જણાવીએ કે તલ દેખાવમાં ભલે નાના હોય પરંતુ તેમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તલમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. તલમાં કેલ્શિયમની સાથે સાથે આયર્ન અને મેગનેશિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. 100 ગ્રામ તલમાંથી 975 મિલિગ્રામ કેલ્શિયમ તમને મળી રહે છે.

જો તમારા શરીરમાં પણ કેલ્શિયમની ઉણપ છે તો તમે અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન કરી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા દેરક મિત્રોને જણાવો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *