મિત્રો આજે આ લેખમાં અમે તમને એવો એક સરસ મજાનો ઉપાય બતાવવા જય રહ્યા છીએ, જેની મદદથી તમને સારામાં સારું પરિણામ મળશે. જો તમે મચ્છર ભગાડવા માટે ઓલ આઉટનો ઉપયોગ કરતા હોવ તે કરી દેજો બંધ આજે તમને એક દેશી મચ્છર ભગાડવા માટે ઉપાય બતાવવો છે જે ઉપાય આપણા દાદા લોકો કરતા હતા.  આ ઉપાયની મદદથી તમે કોઈ મોટો ખર્ચ કર્યા વગર પણ ઘરે બેઠા મચ્છરને ભગાડી શકો છો તે ઉપાય કઈ રીતે કરવો ? વગેરે વિશે માહિતી આપી દઈશું.

આ દેશી ઉપાય કરવાથી ઘણા બધા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થશે તેમજ તમારા ઘરના દરેક ખૂણે ખૂણામાંથી જ્યાં મચ્છર છુપાયેલા હશે તે ઉભી પુંછડીએ ભાગવા લાગશે. તમે જાણો જ છો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુમાં મચ્છરોનો ત્રાસ જોવા મળે છે. ખાસ કરીને પહેલા ચોમાસાની ઋતુમાં પાણીના ખાબોચિયા ભરાવવાના કારણે મચ્છરો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે.

મચ્છર કરડવાથી આપણને જીવલેણ બીમારી જેવી કે ડેન્ગ્યું થઇ શકે છે. આ સાથે જ મેલેરિયા, ચીકનગુનિયા અને ગેસ્ટ્રોએન્ટેરીટીસ જેવા ભયંકરમાં ભયંકર રોગો થતા હોય છે. તેથી ઘરમાં મચ્છરો ભગાડવા માટે એક દેશી ઉપાય કરવો ખુબજ જરૂરી છે.

આપણને બધાને ખબર છે કે મચ્છરથી બચવા માટે આપણે ઘરમાં ઘણાબધા ઉપાયો અજમાવીએ છીએ. તમે કોઈના કહેવાથી કે ટીવી માં જોવાથી માર્કેટમાંથી ઘણીબધી પ્રોડક્ટ લાવીને પણ મચ્છરથી છુટકારો મેળવી શકો છો. આજના સમયે મોટાભાગના લોકો ઘરમાંથી મચ્છરને ભગાડવા માટે બજારમાંથી લાવેલા ઓલઆઉટનો ઉપયોગ કરતા હોય છે. તે ઓલઆઉટને તમે એક સ્વીચમાં નાખીને સ્વીચ ચાલુ કરો એટલે તેમાંથી ધુમાડો નીકળે છે અને તે ધુમાડાને લીધે મચ્છરો ઘરમાંથી બહાર ભાગી જતા હોય છે.

પરંતુ તમને જો ખબર નો હોય તો તમને જણાવી દઈએ કે ઓલઆઉટમાંથી નીકળતો જેટલો આ ધુમાડો મચ્છર ભગાડવા માટે સારો છે તેટલો જ આ ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે નુકશાન કરે છે. તેથી બની શકો તો આપણે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરીને ઘરેલું દેશી ઉપાય કરવો જોઈએ જેથી કરીને આપણા ઘરમાંથી મચ્છરો તો ભાગે સાથે સાથે તે આપણા સ્વસ્થ્યને નુકશાન ન થાય.

તો આજે આપણે જાણીશું કે કઈ રીતે જો આપણા ઘરમાં દેશી ઉપાય કરીને એવો ધુમાડો કરવામાં આવે કે એ આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી નહિ શકે.

તો આ દેશી ઉપાય કરવા માટે સૌથી પહેલા એક કોડિયું લેવાનું, તેમાં લસણની 4 થી 5 કળી વાટેલી નાખવી, 5 થી 6 પાંદડા કડવા લીમડાના નાખવા, તેમાં 1 થી 2 ચમસી સરસીયાનું તેલ નાખવું, 5 થી 6 કપૂરની ગોટી અને કપાસના રૂ ની જરૂર પડશે.

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા દીવો કરવાનું એક માટીનું કોડિયું લેવાનું છે. ત્યારબાદ લીધેલા કપાસના રૂને સરસીયાના તેલમાં ડુબાડીને કોડિયામાં મૂકી દેવાનું છે. ત્યારબાદ 5 થી 6 કપૂરની ગોટી અને કપાસના રૂ ની જરૂર પડશે.

હવે કોડિયામાં તમારે લસણની વાટેલી 4 થી 5 કળી લેવાની છે. અહિયાં તમારે આ બધી જ વસ્તુઓને માટીના કોડિયામાં ઉમેરવાની છે. હવે તમારે એક દીવાસળીની મદદથી કોડિયામાં મુકેલા રૂ ને સળગાવવાનું છે.. તમે જેવું રૂ સળગાવશો એટલે તેમાંથી કુદરતી રીતે ધુમાડો નીકળવાનો શરુ થશે.

હવે તમે આ દીવાને તમારા ઘરના દરેક ખૂણે લઈને જવાનો છે અને તમે ઘરના દરેક ખૂણામાં ધુમાડો કરી દેવાનો છે. તમે આ દીવાને જે જે જગ્યાએ ફેરવશો, તે જગ્યાએ જેટલા પણ મચ્છરો હશે તે બધા જ મચ્છરો ત્યાંથી ભાગી જશે.

આ જે કોડિયામાંથી ધુમાડો નીકળે છે તે આપણને નુકશાન પહોચાડતો નથી પરંતુ મચ્છરો માટે એક દવા તરીકે કામ કરે છે. જો તમારા ઘરમાં પણ મચ્છરોનો ત્રાસ વધી ગયો હોય તો તમે આ દેશી દીવો કરીને ઘરમાંથી મચ્છરો ભગાડી શકો છો.

આ ઉપાય જયારે પણ તમને એવું લાગે કે હવે આપણા ઘરમાં મચ્છરો વધી ગયા છે અને હેરાન કરી રહ્યા છે તેવા સમયે આ કુદરતી રીતે ધુમાડો કરશો એટલે બધા જ મચ્છરો સાવ ભાગી જશે.

આમ, અમે તમને આ લેખ દ્વારા તમને દેશી ઉપાય કરીને ઘરમાં આવેલા તમામ મચ્છરોને કઈ રીતે ભગાડી શકાય તે વિષે જણાવ્યું. અમે આશા રાખીએ છીએ કે તમને આ દેશી ઉપાય પસંદ આવ્યો હશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *