પ્રચીન સમયમાં મહિલાઓનો દેખાવ ખુબ સુંદર હતો, તે સમયમાં મહિલાઓ તેમની પોતાની સુંદરતા વધારવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી રહી હતી. તેવી જ રીતે આજના સમયમાં પણ ઘણી મહિલાઓ કુદરતી વસ્તુનો ઉપયોગ કરી ચહેરાની સંભાળ લેતા હોય છે.

પરંતુ આજનુ પ્રદુષિત વાતાવરણના કારણે ત્વચાનું પૂરતું ઘ્યાન આપી શકતા નથી, આ ઉપરાંત વ્યક્તિ બજારમાં મળતા કેમિકલ પદર્થોનો ઉપયોગ કરવાનું સૌથી વધુ કરવા લાગ્યા છે જેના કારણે ચહેરો લાંબા સમય સુઘી ગ્લો રહેતો નથી.

પરંતુ જો વ્યક્તિ કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનું ચાલુ કરે તો તે વ્યક્તિ પોતાની સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવી શકે છે. પ્રાચીનકાળ માં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ વિષે જણાવીશું જે ચહેરાને કુદરતી ચમક અને જુવાન બનાવી રાખવામાં મદદ કરશે.

મઘ: ત્વચા માટે મઘ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મઘ નો ઉપયોગ ત્વચા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારે માનવામાં આવે છે, પ્રાચીન કાળમાં મહિલાઓ ચહેરાને નિખાર લાવવા માટે મઘ નો ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે આજના આધુનિક યુગમા મઘનો ઉપયોગ ત્વચા પર કરવાનો છે.

મધનો ઉપયોગ કરવા માટે મધનો ફેસ પેક બનાવીને ચહેરા પર લાગવાનો છે, આ માટે અડધું કેળું લેવાનું છે અને તેને પસીને પેસ્ટ બનાવી લેવાની છે, ત્યાર પછી તેમાં મઘ ઉમેરો અને બને મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લો, ત્યાર પછી તે ફેસપેક ને ચહેરા પર લગાવી દો.

આશરે 15 -20 મિનિટ થાય ત્યારે સાદા પાણી વડે ચહેરાને ઘોઈ દેવાનો છે. આ રીતે અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરા પરના ખીલ, ઓઈલી સ્કિન, કરચલીઓ, કાળા ડાઘા, બ્લેક સ્કિન વગેરે દૂર કરીને ચહેરાને કુદરતી રીતે ચમક અને ગ્લો લાવે છે જેથી બ્યુટી પાર્લરના વધુ ખર્ચ થી બચાવે છે. સ્કિન ની દેખરેખ માટે મઘનું આ ફેસપેક ખુબ જ અસરકારક માનવામાં આવે છે.

દૂઘની મલાઈ: મોટાભાગની ઘણી સ્ત્રીઓ આજના સમયમાં ત્વચાને હેલ્ધી અને સુંદર બનાવી રાખવા માટે મલાઈનો ઉપયોગ કરે છે. મલાઈ ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે. મલાઈ સ્કિન ને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.ચહેરા પર ગ્લોઈંગ સ્કિન મેળવવા મલાઈનો ઉપયોગ કરી શકાય છે.

મલાઈનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ફ્રેશ અને તાજી મલાઈ લઈ લો, ત્યાર પછી તેને ચહેરા પર લગાવીને માલિશ કરો, તમે મલાઈમાં મધ ને પણ ઉમેરી શકો છો, મલાઈમાં મધ મિક્સ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ ગાયબ થઈ જાય છે. મલાઈ લગાવી 10-15 મિનિટ પછી ઘોઈ દેવું. આમ મલાઈનો ઉપયોગ કરવાથી ત્વચા કુદરતી રીતે સુંદર અને ચમકદાર બને છે.

જો તમે પણ ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરો છો તો ઘરે જ આ ફેસપેક બનાવી જાતે જ ઉપયોગ કરો. આજના આધુનિક યુગમાં વધુ પૈસાના ખર્ચ વગર ચહેરો સુંદર અને ચમકદાર બનશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *