મિત્રો ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પાણી પીતા હોય છે. પરંતુ જો તમે રાત્રે બ્રશ કર્યા વગર કે દાંતને સાફ કર્યા વગર સવારે વાસી મોઢે પાણી પીતા હોવ તો તમને તેના બધા જ ફાયદાઓ મળી શકશે નહિ. કારણકે રાત્રે જમ્યા પછી મોઢું સાફ ન કરવામાં આવે તો દાંતોની અંદર જે ખોરાકના નાના કણ હશે તેમાં આખી રાત્રી દરમિયાન સડો લાગે છે. જેમાં સુક્ષ્મ બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. જયારે તમે સવારે વાસી મોઢે પાણી પીશો ત્યારે આ સુક્ષ્મ બેક્ટેરિયા તમારા પેટમાં જતા રહેશે.

આ સુક્ષ્મ બેક્ટેરિયા શરીરમાં જવાથી ગેસ્ટ્રીક સમસ્યાઓ, હોજરીનો સોજો અને ડાયેરિયા જેવી સમસ્યાઓ ઉભા થશે. એટકે કે આ બધી સમસ્યાઓ આપણેને નુકશાન કરી શકે છે. જો બ્રશ ન કરવામાં આવે તો દાંતમાં જે સુક્ષ્મ બેક્ટેરિયા હશે તે ધીમે ધીમે સડો અને પોલાણ પેદા કરે છે. જેનાથી લાંબા સમયે દાંતની તકલીફો થશે.

જો તમારે સવારે વાસી મોઢે પાણી પીવાની ટેવ હોય તો તમારે રાત્રે બ્રશ કર્યા વગર સુઈ જવું ન જોઈએ. તમારે રાત્રે બ્રશ કરીને તેમજ ઉળ ઉતારીને જ સુવાની ટેવ પાડવી જોઈએ. જો તમારી કફની પ્રકૃતિ હોય તમારે સવારે હૂંફાળું ગરમ પાણી કરવું, આ ગરમ પાણીમાં થોડું લીંબુનો રસ આ ગરમ પાણીમાં નાખવો અને આ પાણીને પી જવું. આ રીતે ગરમ કરેલા પાણીને ઠંડું પડવા દીધા પછી તેમાં મધ અને લીંબુ નાખીને પણ વાસી મોઢે પી શકાય છે. આ પાણી પીધા બાદ 50 મિનિટ સુધી કાઈપણ ખાવાનું નથી.

જે લોકોને પિત્તની પ્રકૃતિ છે અને તેઓ જો હુંફાળું પાણી અને લીંબુ નાખીને પીશે તો તેઓને મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. એટલા માટે એ લોકોને સલાહ છે. જે લોકોને હાઈપર એસીડીટી છે, છાતીમાં કે પેટમાં બળતરા થાય છે. પિત્તની પ્રકૃતિ હોય એવા લોકોને વાસી મોઢે ગોળનું પાણી પીવું.

આવા લોકોએ માટીમાંથી બનેલા માટલાનું પાણી પીવું, પરંતુ તેમાં લીંબુ નાખવું નહિ. આ પાણીમાં રસોડામાં રહેલું જીરું નાખી શકાય છે. કારણ કે લીંબુ એ પિત્તશામક છે. આ સિવાય માટલાના પાણીમાં સિંધવ મીઠું અને જીરાનો પાવડર નાખીને પણ તેને પી શકાય છે. આ રીતે જો પાણી પીવામાં આવશે તો એસીડીટીમાં કોઈ સમસ્યા નહિ કરે અને એસીડીટી હશે તો મટી જશે.

જો સવારે તમે વાસી મોઢે પાણી પીતા હોય તો પાણી એક સાથે સીધું ન પીવું જોઈએ એટલે કે ખુબ જ ઝડપથી ગટગટાવીને ન પીવું જોઈએ. કારણે કે આંખી રાત્રિ દરમિયાન આપણા મોઢામાં જે લાળ જમા થાય છે તે લાળ આલ્કલીન છે. આખી રાત દરમિયાન આપણા પેટમાં એસીડ જમાં થાય થતો હોય છે એટલે કે એસીડનો ભરાવો થાય છે. આપણા શરીરમાં હાઈડ્રોક્લોરિક એસીડ શરીરમાંથી છૂટો પડીને આપણી હોજરીમાં ભરાવો થાય છે.

આ માટે સવારે પાણી પીતા હોઈએ ત્યારે પાણીને સીધા ગટગટાવાના બદલે મોઢામાં લઈને એ ઘૂંટડાને મોઢામાં પહેલા મમળાવવો. આ ઘુંટડાને મમળાવીને ધીરે ધીરે નીચે ઉતારી લો. આ પ્રક્રિયા સતત ચાલુ રાખો. ટૂંકમાં કહીએ તો શાંતિથી ગ્લાસમાં પાણી ભરવું, સોફામાં કે ખાટલામાં બેસવું અને બેઠા પછી ધીમે ધીમે સરબત પીતા હોય, દવા પીતા હોય એ રીતે એક ઘુટડો લીધો, મોઢામાં મમળાવવો અને પછી મોઢામાં ઉતારવો. જો આ રીતે વાસી મોઢે પાણી પીવામાં આવે તો તેનો પુરેપુરો લાભ મળી શકે છે.

જો આ 3 નિયમોનું સતત પાલન કરવામાં આવે તો તેનો ખુબ જ ફાયદો થાય છે. જો આ 3 બાબતોની કાળજી રાખ્યા વિના જ વાસી મોઢે પાણી પીવામાં આવે તો તેના પુરેપુરા ફાયદા મળશે નહિ. માટે આ નિયમો નિયમિત અપનાવીને અને એ પ્રમાણે પાણી પીવું જોઈએ.

માનવ શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં પાણીની મોટી ભૂમિકા હોય છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50% થી 60% હોય છે. ભરપુર માત્રામાં પાણી પીવાથી, શરીરમાં હાજર કચરો પરસેવો અને મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જેનાથી વિષાણુંથી બચાવ થાય છે, અને બીમારીઓ પછી શકાય છે.

સવારે વાસી મોઢે અહીંયા જણાવ્યું એ રીતે પાણી પીવાથી શરીરની સરખી રીતે સફાઈ થાય છે. પાણી શરીરના અંગો અને ઉત્તકોની રક્ષા કરે છે. તે કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સીજન પહોંચાડવાનું કામ છે. તે પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે. આ સિવાય પાણી આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરવાનું કામ છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી તણાવ અને માનસિક સમસ્યાઓ ઠીક થાય છે. મગજ શાંત રહે છે. આ રીતે પાણી પીવાથી મગજને પૂરતો ઓક્સીજન મળે છે અને તે મગજને તાજગીભર્યું અને સક્રિય બનાવે છે.

જે લોકોને પેટમાં કબજીયાતની સમસ્યા રહેતી હોય છે તેવા લોકોએ વાસી મોઢે પાણી પીવાથી થાય છે. વાસી મોઢે પીધેલું પાણી રાત્રે શરીરમાં બનેલા હાનીકારક તત્વોને પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કરે છે, જેનાથી પેશાબમાં જલન, યુરીન ઈન્ફેકશન અને અન્ય સમસ્યાઓ મટી જાય છે.

આ રીતે વાસી મોઢે પીધેલું પાણી શરીરને ડીટોકસીફાઈ કરવામાં અને શરીરને તાત્કાલિક ઉર્જા આપવાનું કામ કરે છે, મગજ તેજ બનાવે, સંક્રમણથી બચાવ કરે છે, વજન ઘટાડે છે, ચામડી પર ચમક આવે છે, નવી કોશીકાનું નિર્માણ થાય છે, પેશાબ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.

આમ, આ રીતે જો તમે પણ કાળજી રાખીને વાસી મોઢે પાણી પીશો તો શરીરમાં ખુબ જ ફાયદો થશે. શરીર આ રીતે પાણી પીવાથી ઉપરોક્ત જણાવ્યા બધા જ ફાયદાઓ મળી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *