મિત્રો સ્વસ્થ રહેવા માટે શરીરમાં તમામ વિટામિન્સ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય. જો તમને દિવસભર થાક અથવા નબળાઈ અનુભવાય છે, તો શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. વાસ્તવમાં તેની ઉણપને કારણે શરીરનું એનર્જી લેવલ ઓછું રહે છે.

જેના કારણે તમે ઘણી ખતરનાક બીમારીઓનો શિકાર બની શકો છો. તેથી આયર્ન યુક્ત ખોરાકને આહારમાં સામેલ કરી શકાય. જો તમે ઈચ્છો તો આ ડ્રિન્કનું સેવન કરીને શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકો છો. તો આવો જાણીએ કે કયા જ્યુસથી શરીરનું એનર્જી લેવલ વધી શકે છે.

1. બીટનો જ્યુસ : બીટરૂટ પોષક તત્વોનો ભંડાર છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે, તમે રોજિંદા આહારમાં બીટરૂટનો જ્યુસ સામેલ કરી શકો છો. તેના ઉપયોગથી શરીરમાં લોહીની માત્રા વધી શકે છે.

બીટનો જ્યુસ બનાવવાની રીત: આ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા ઝીણા સમારેલા બીટ, 2 રાસબરી, અડધી કાપેલી કાકડી, 1 ચમચી આદુ, 1 સમારેલ ગાજર, ફુદીનાના પાન, 2 ચમચી કાળા મરી અને 1ચમચી લીંબુનો રસ લેવાનો છે. સૌપ્રથમ બીટ, રાસબરી, કાકડી, આદુ અને ગાજરને મિક્સરમાં પીસી લો. હવે મિશ્રણને ગાળી લો. તેમાં મીઠું, મરી અને લીંબુનો રસ મિક્સ કરીને આ જ્યુસને રોજની ડાયેટમાં સામેલ કરો.

2. પાલક અને પાઈનેપલ જ્યુસ: પાલક અને પાઈનેપલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકે છે. તમે પાલક અને પાઈનેપલ મિક્સ કરીને સ્મૂધી તૈયાર કરી શકો છો. તેનો સ્વાદ વધારવા માટે લીંબુનો રસ ઉમેરી શકાય છે. આ પીણામાં રહેલા ગુણો શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

પાલકનો જ્યુસ બનાવવાની રીત : મિત્રો પાલકનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા પાલક અને ફુદીનાના પાનને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં પાણી, શેકેલું જીરું, મરી પાઉડર અને લીંબૂ મિક્સ કરો. પાલકનો જ્યુસ પીવા માટે તૈયાર છે.

પાઈનેપલ જ્યુસ બનાવવાની રીત: આ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા પાઈનેપલનો આગળ અને પાછળનો ભાગ કાપી લો. ત્યારબાદ પાઈનેપલની છાલ કાઢીને તેના ટુકડા કરી લો. હવે 4 ટુકડાને મધ્યમ ટુકડાઓમાં કાપો જેથી મિક્સરમાં પીસતી વખતે રસ સરળતાથી બની શકે.

હવે પાઈનેપલના ટુકડાને મિક્સરમાં નાખી અને તેમાં ખાંડ, એક ગ્લાસ પાણી, ચાર થી પાંચ બરફના ટુકડા ,કાળા મરીનો પાવડર નાખીને 1 થી 2 મિનિટ માટે મિક્સરને ફેરવો. જ્યારે તમને એવું લાગે કે રસ તૈયાર છે, તો પછીકાચના ગ્લાસ મા રસ ઉમેરો. તમે ઇચ્છોતો તેમાં 2 બરફના ટુકડા નાખો. તો તૈયાર છે પાઈનેપલ જ્યુસ.

3. સંતરાનો જ્યુસ : સંતરામાં વિટામિન-સી અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તમે આ જ્યૂસને ડાયટમાં સામેલ કરી શકો છો. જેના કારણે થાક અને નબળાઈની સમસ્યા દૂર થઈ શકે છે.

સંતરાનું જ્યુસ બનાવવાની રીત : આ જ્યુસ બનાવવા માટે બે નંગ સંતરા લઈ, તે સંતરાને ચપ્પુ વડે કાપી ને બે ભાગ કરી લો. ત્યારબાદ પ્લાસ્ટિકનું રસ કાઢવાનું હેન્ડ મશીન લો. હવે તેમાં સંતરાનું એક ફાડુ લઈ તેને મશીન ઉપર મૂકી ગોળ ગોળ ફેરવીને રસ કાઢી લો. તમારી પાસે જ્યુસર મશીન ના હોય તો તમે પ્લાસ્ટિકનું મશીન લઈને જ્યુસ બનાવી શકો છો.

4. ખજૂર અને દાડમ : દાડમમાં આયર્ન, વિટામિન-સી અને અન્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. બંને ફળોની મદદથી સ્મૂધી તૈયાર કરી શકાય છે, તેનાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

મિત્રો જો તમારા શરીરમાં પણ આયર્નની ઉણપ છે તો તમે અહીંયા જણાવેલ જ્યૂસનું સેવન કરી શકો છો અને શરીરમાંથી આયર્નની ઉણપ દૂર કરી શકો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *