મિત્રો તલ બે પ્રકારના હોય છે જેમાં સફેદ તલ અને કાળા તલ નો સમાવેશ થાય છે. આયુર્વેદ અનુસાર કાળા તલ સૌથી વધુ ફાયદાકારક છે કારણકે તેમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. કાળા તલનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ લાભકારી હોય છે.

કાળા તલનું તેલ આયુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તમને જણાવીએ કે કાળા તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેગેનીઝ, ફાઈબર, કાબર્સ, હેલ્દી ફેટ્સ જેવા પોષકતત્વો રહેલા હોય છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ વિષે.

ખરતા વાળ માટે ફાયદાકારક : પ્રદુષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા, નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વાળની સમસ્યાઓ થવાનું શરુ થાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. કાળા તલ તમને નાની ઉમરમાંજ આવતા સફેદ વાળથી બચવા માટે કાળા તલની જડ અને પાનનો ઉકાળો બનાવીને પોતાના વાળને ધોઈ શકો છો.

આ સિવાય કાળા તલના ફૂલ અને ગોક્ષુરને બરાબર માત્રામાં લઈને ઘી અને મધમાં પીસીને માથામાં લગાવવાથી વાળ ખરતા ઘણી હદ સુધી ઓછા થઈ જશે, અને માથામાં ખોડાથી પણ રાહત મળશે.
કબજિયાતમાં રાહત માટે :

કબજિયાત : આયુર્વેદ અનુસાર કાળા તલમાં સારી માત્રામાં ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે વારંવાર થતી કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. તેનું પ્રાકૃતિક તેલ નબળા પાચનને મજબુત બનાવવામાં મદદ કરે છે. તમે કાળા તલનું સેવન કરીને સરળતાથી પેટ સાફ કરી શકો છો.

બ્લડ પ્રેશર સંતુલિત કરવા : કાળા તલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળી આવે છે. આ જરૂરી પોષક તત્વ તમારા શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. અને તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *