એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે કમરનો દુખાવો વધુ રહેતો હોય છે. આ ઉપરાંત વધુ પડતું વજન ઉપાડવાના કારણે પણ કમર માં દુખાવો રહેતો હોય છે. આજની વ્યસ્ત જીવન શૈલી અને કેટલીક બેદરકારીના લીધે કમરનો દુખાવો રહેતો હોય છે.

જયારે પણ કમરમાં દુખાવો થાય છે ત્યારે ખુબ જ અસહ્ય પીડા થતી હોય છે, કોઈ જગ્યાએ બેઠા હોઈએ અને ઉભા થવા જઈએ તો પણ ઘણી પીડાનો સામનો કરવો પડતો હોય છે, કમરના દુખાવાને કાયમી માટે દૂર કરવા માટે યોગ્ય તેલની માલિશ અને આહારમાં આ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.

કમરનો દુખાવો ઓફિસમાં કે ઘરે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કોમ્પ્યુટર પર બેસીને કરતા હોય તેવા લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. કમરના અસહ્ય દુખાવાની પીડા ને દૂર કરવા માટે શું ખાવું અને કયા તેલથી માલિશ કરવી તેના વિષે જણાવીશું.

જયારે પણ કમરના દુખાવા વારે વારે રહેતા હોય તો રોજે સવારે હળવી કસરત, યોગા અને વોકિંગ કરવું જોઈએ, જેના તેથી પણ કમરમાં તો રાહત મળશે અને શરીરને પણ સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.

હળદરનું દૂઘ : હળદર આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે હળદર દરેક ના રસોડાના મસાલામાં મળી આવે છે જેનો ઉપયોગ રસોઈમાં અને ઘણી બીમરીને દૂર કરવા માટે કરવામાં આવે છે. માટે જો તમને કમરના દુખાવા રહેતા હોય તો રોજે રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂધ માં હળદર મિક્સ કરીને પીવું જોઈએ. જે કમરના દુખાવામાં ઘણી રાહત આપશે.

લસણ નો ઉપયોગ : લસણ ગંભીર માં ગંભીર રોગોને દૂર કરવામાં સક્ષમ છે. લસણ કમરના દુખાવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે. જેનો ઉપયોગ કરીને કમરના દુખાવાને દૂર કરી શકાય છે. આ માટે લસણની પેસ્ટ બનાવી કમરના ભાગમાં લગાવી દો દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળશે.

આદુંનો ઉપયોગ : આયુર્વેદિક ગુણોથી ભરપૂર આદું છે જેને મોટાભાગે લોકો ચા માં નાખીને પિતા હોઈય છે, પરંતુ જો કમરમાં અસહ્ય દુખાવો થાય તો આદુંની પેસ્ટ બનાવી લો અને પછી તે પેસ્ટને કમરના ભાગમાં 30-40 મિનિટ લગાવેલ રહેવા દો. આ રીતે આદુંનો ઉપયોગ કમરના દુખાવામાં કરવામાં આવે ઓ ખુબ જ ઝડપથી આરામ મળે છે.

તેલની માલીશ કરવી: કમરના દુખાવામાં સરસવનું તેલ ખુબ જ અસરકારક છે. જો કમરમાં વારે વારે દુખાવો થાય છે તો સવારે અને રાતે સુવાના પહેલા 5 મિનિટ કમરમાં સરસવના તેલની માલિશ કરો, થોડા જ દિવસમાં કમરમાં થતો દુખાવો ગાયબ થઈ જશે.

શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય જેમકે સાંધા નો દુખાવો, કમરનો દુખાવો, ઢીચણ ના દુખાવા કે સ્નાયુના દુખાવા હોય તો સરસવના તેલની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *