દૂધ બધા લોકો પીતા હોય છે પરંતુ દૂધ સાથે ખજૂર ખાવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ખજૂરમાં શરીરને જરૂરી તમામ પોષક તત્વો હોય છે જે શરીરની સારી કામગીરી માટે જરૂરી છે. બીજા ખાદ્યપદાર્થોની સરખામણીમાં ખજૂરમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર વધુ હોય છે.

ખજૂર પ્રોટીન અને એમિનો એસિડનો શ્રેષ્ટ સ્ત્રોત છે. આ સિવાય તેમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન E સહિત B ગ્રુપના વિટામિન જોવા મળે છે. આ ઉપરાંત ખજૂર સેલેનિયમ, ફોસ્ફરસ, ફ્લોરિન, કેલ્શિયમ, જસત, પોટેશિયમ, તાંબુ, સલ્ફર, કોબાલ્ટ અને આયર્નનો ભંડાર છે.

ખજૂર ની જેમ દૂધ એ કેલરી, પ્રોટીન, તંદુરસ્ત ચરબી, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા તત્વોનો ભંડાર છે. આવી સ્થિતિમાં જ્યારે દૂધ અને ખજૂરનું એકસાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને ભરપૂર શક્તિ મળે છે અને શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. તો આવો જાણીએ ખજૂર અને દૂધના ફાયદાઓ વિષે.

યાદશક્તિ મજબૂત બને : દૂધ અને ખજૂરનું એકસાથે સેવન નબળી યાદશક્તિને સુધારી શકે છે. આ એટલા માટે છે કારણ કે તેમાં વિટામિન B6 હોય છે, જે તમારા મગજના એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ છે. ખજૂર અને દૂધનું મિશ્રણ આપણી સિસ્ટમમાં શ્રેષ્ઠ સાબિત થાય છે.

સાંધાનો દુખાવો દૂર થાય : આપણે બધા જાણીએ છીએ કે દૂધમાં હેલ્ધી માત્રામાં કેલ્શિયમ હોય છે, જ્યારે તેમાં ખજૂર ઉમેરવામાં આવે તો તેના ફાયદા બે ગણા વધી જાય છે. હાડકાની ઘનતા વધારીને, આ પીણું સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય આ મિશ્રણ વજન વધારવામાં પણ મદદરૂપ છે, જો તમે પાતળા છો તો આ મિશ્રણ તમારા માટે જબરદસ્ત સાબિત થઈ શકે છે.

સ્નાયુઓમાં તાકાત આવે છે : દૂધ અને ખજૂર પ્રોટીનનો ખજાનો છે જે શરીર માટે શ્રેષ્ટ સાબિત થાય છે. દૂધ સાથે ખજૂરનું સેવન શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરે છે. આ મિશ્રણનું સેવન હાડકાની ઘનતા વધારે છે અને સ્નાયુઓનો વિકાસ કરે છે.

શરીરની ઉર્જામાં ઝડપથી વધારો કરે : ખજૂર સવારે ખાવા માટે ઉત્તમ ખોરાક સાબિત થાય છે કારણ કે તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર અને દૂધનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ મિશ્રણ તમને સંપૂર્ણ ઉર્જા અને શક્તિ આપે છે.

એનિમિયા માટે શ્રેષ્ઠ ઈલાજ : આપણે બધા જાણીએ છીએ, શરીરના રક્ત પુરવઠાને ઝડપી બનાવવામાં આયર્ન મદદ કરે છે, જે એનિમિયાથી પીડિત કોઈપણ માટે મહત્વપૂર્ણ છે. આ આયર્ન ખજૂરમાં જોવા મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં માત્ર 2 થી 3 ખજૂર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *