મિત્રો આજના આ લેખમાં અમે તમને સરસ મજાના ઘરેલું નુસ્કાઓ જણાવીશું. આ નુસ્કાઓ જો તમારા શરીરમાં લોહી જામી જવાથી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી નસો બ્લોક થઇ જવાની શક્યતાઓ રહેલી હોય, તમારું લોહી વધુ પડતું જાડું થઇ ગયું હોય અને લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ રહેલી હોય તેના માટે મદદરૂપ થશે.

જો તમને ઉપર જણાવેલ કોઈ સમસ્યા હોય તો અહીંયા તમને એક વસ્તુ વિષે જણાવીશું જેને દરરોજ ઘીમાં શેકીને ખાવાથી સારો એવો ફાયદો થાય છે. જો આ ઉપાય તમે અજમાવશો એટલે તે લોહીને પણ એકદમ પાતળું કરશે અને બ્લોકેજ થયેલી નસોને પણ ખોલી દેશે. તો આવો જાણીએ કેટલાક ઘરેલું નુસ્કાઓ વિષે.

લોહીનું આપણા શરીરમાં શું મહત્વ છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આપણા શરીરમાં રહેલું લોહી કઈ સ્થિતિમાં છે, તે જાણવું પણ ખુબજ જરૂરી છે. જો શરીરમાં હાજર લોહી યોગ્ય સ્થિતિમાં ન હોય તો તે અનેક સમસ્યા પહોચાડે છે જેમ કે ઘણી વખત બને છે એવું કે લોહી ખુબજ જાડું થઇ જતું હોય છે. અને આ વધુ પડતું જાડું લોહી પણ ઘણી વખત સમસ્યામાં મૂકી દે છે.

આપણી પડે ઘણાબધા કુદરતી ઉપાયો હોય છે કે જેની મદદથી તમે તમારા લોહીને પાતળું કરી શકો છો અને બ્લોકેજ નસોને ખોલી શકો છો. તો આવો તેના વિશે માહિતી મેળવી લઈએ.

શેકેલું લસણ : જો તમારા શરીરમાં જાડું લોહી અથવા તો ગંઠાઈ ગયેલા લોહી છે અને તેને પાતળું કરવા માંગતા હોવ તો આ ઉપાય જરૂર થી અજમાવશો એટલે ખુબજ રાહત થશે. આ ઉપાય માટે તમારે થોડી લસણને કળીઓ સાફ કરી લેવી. ત્યારબાદ એક નાની વાટકી લઇ તેમાં 2 ચમચી ઘી નાખીને ગરમ કરવા માટે મૂકી દેવું.

તે ગરમ થઇ જાય એટલે તેમાં લસણની કળીઓ નાખી દેવી પછી તેને સતત હલાવતા રહો. લસણ કળી જયારે બરોબર શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવી અને થોડી ઠંડી થઇ જાય ત્યારબાદ તેનું સેવન કરવું. આ ઉપાયથી તમને ખુબજ ફાયદો થશે.

આ ઉપાય સતત એક અઠવાડિયા સુધી દિવસમાં એક વખત કરવાથી ગમે તેવી બ્લોક થઇ ગયેલી નસો ખુલી જાય છે. તેમજ જો તમારું લોહી જાડું થઇ ગયું હશે તો તે પણ પાતળું થઇ જાય છે.

લાલ મરચું : લાલ મરચાનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. લાલ મરચાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે તેમજ તેમાં લોહીને પાતળું કરવા માટે સેલીસીલેટની વધુ માત્રા ધરાવે છે. લાલ મરચાનો ભોજનમાં ઉપયોગ કરવાથી શરીરમાં રહેલા લોહીને પાતળું કરવાની સાથે સાથે લોહીના પરિભ્રમણને પણ નિયંત્રિત રાખવાનું કામ કરે છે.

હળદર : આપણે જાણીએ છીએ કે હળદર ઔષધીય ગુણોથી ભરપુર છે. આ હળદરના ઔષધીય ગુણો શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તમને જણાવીએ કે હળદરમાં એક ખુબજ મહત્વનું ક્યુમીન નામનું તત્વ રહેલું હોય છે. જે પોતે પ્લેટલેટ્સ ઉપર કામ કરીને અમુક વખત લોહીમાં ગાંઠો જામી જતી હોય છે તો તેને ઠીક કરવાનું કામ કરે છે. એટલા માટે જ લોહીની ગાંઠો ઓગળવા માટે હળદર ખુબજ ઉપયોગી થાય છે.

નોંધ: અહીંયા જણાવવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ તકલીફ હોય તો નિષ્ણાતની મુલાકાત જરૂરથી લો

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *