આ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વસ્તુના 5 થી 7 દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી તમને અઢળક લાભ થાય છે. આ વસ્તુ એવી છે જે મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમથી ભરપુર છે.

તો મિત્રો આ વસ્તુ નામ છે બદામ. બદામના સેવનથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. બદામને પલાળીને ખાવાથી તેના ફાયદાઓ ડબલ થઇ જાય છે. તો આ લેખમાં અમે તમને સવારે ખાલી પેટે પલાળેલી બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે તે વિષે જણાવીશું. તો આવો જાણીએ આ ફાયદાઓ વિષે.

ડાયાબિટીસ: જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેઓએ તેમના આહારમાં બદામ ઉમેરી શકે છે. કારણ કે બદામમાં ફાઈબર, લો કાર્બોહાઈડ્રેટ્સ અને અસંતૃપ્ત ચરબી હોય છે, જે ન માત્ર ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ખાલી પેટે બદામનું સેવન કરે છે, તો તે લોહીમાં ગ્લુકોઝનું સ્તર પણ ઘટાડી શકે છે.

મગજને તેજ બનાવે : બદામનું સેવન નબળી યાદશક્તિને તેજ બનાવવા સારો વિકલ્પ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ માણસની યાદશક્તિ ઘટવા લાગે અને નાની નાની વાતો ભૂલવા લાગે છે. આવી સ્થિતિમાં પલાળેલી બદામ ખાવાથી નબળી યાદશક્તિ મજબૂત થાય છે.

તમને જણાવીએ કે બદામમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલીફેનોલ હોય છે જે યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે. જો પલાળેલી બદામ ખાવામાં આવે તો યાદશક્તિ કોમ્પ્યુટર તેજ બની શકે છે. માટે બદામ ખાવાની ભલામણ કરવામાં આવે છે. જો તમારા ઘરે નાનું બાળક છે તો તેને 5 થી 7 દાણા પલાળેલી બદામ આપો.

કોલેસ્ટ્રોલ: તમને જણાવીએ કે બદામ કોલેસ્ટ્રોલથી મુક્ત છે એટલે કે તેમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં હૃદયના દર્દીઓ માટે પણ અસરકારક છે.

ત્વચા માટે ફાયદાકારક : આજકાલની ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે સારી ત્વચાની બરકરાર રાખવી મુશ્કેલ છે, તેથી બદામ સ્કિનકેર રૂટિન માટે ઉત્તમ છે. બદામમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરે છે. આ સાથે બદામના તેલથી શરીર પર માલિશ કરવું સ્કિન માટે બેસ્ટ ટિપ્સ છે.

પાચનતંત્રને મજબૂત કરે: ખાલી પેટે બદામનું સેવન પાચનતંત્રને સ્વસ્થ બનાવવાની સાથે મજબૂત બનાવવાનો એક સારો વિકલ્પ છે. .તમને જણાવીએ કે બદામની છાલ બ્રાઉન રંગની હોય છે અને તેમાં ટેનીન, પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાના બેક્ટેરિયાની ગતિવિધિમાં સુધાર લાવી શકાય છે.

શરીરમાં એનર્જી વધારે: બદામમાં પ્રોબાયોટિક્સ અને ફાઈબર જેવા મહત્વના પોષક તત્વો હોય છે, જે ન માત્ર શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે, પરંતુ તે સુસ્તી, થાક વગેરેને પણ દૂર રાખવાનું કામ કરે છે. જો તમે વારંવાર થાકી જાઓ છો તો બદામને રાત્રે પલાળી રાખો અને બીજા દિવસે તેનું સેવન કરો.

નોંધ: જો તમે સગર્ભા સ્ત્રી છો તો ખાલી પેટ બદામનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લો અને પછી સેવન કરો. આ ઉપરાંત બદામની અંદર ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં તેના સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે તેથી વધુ બદામનું સેવન ન કરો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *