અત્યારે શિયાળાની સરસ મજાની ઋતુ ચાલુ છે અને આ ઋતુ દરમિયાન બજારમાં ખુબજ વધુ પ્રમાણમાં શાકભાજીની લાઈનો લાગેલી જોવા મળે છે એટલે કે આ શિયાળાની ઋતુ દરમિયાન ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી અને ફળો મળી રહે છે. તો આજે અમે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તે છે શાકભાજી.

શિયાળામાં જુદીજુદી શાકભાજી તો મળી રહે છે પરંતુ આજે તમને શિયાળાની ઋતુમાં મૂળવાળા શાકભાજી એટલે કે જે શાકભાજી જમીનની અંદર થતા હોય છે તેમજ તે મૂળ ધરાવે છે માટે તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદો થાય છે તેમજ આ શાકભાજીનું સેવન કરવાથી કેવા કેવા રોગો સામે રક્ષણ મળે છે તેના વિશે માહિતી આપીશું.

અમેરિકન ડોક્ટરના કહેવા અનુસાર જો તમે શિયાળામાં મૂળવાળી શાકભાજીનું સેવન કરો છો તો તેનાથી કેન્સર, કોલેસ્ટ્રોલ વગેરે જેવી ઘણી બીમારીને દુર કરી શકાય છે અથવા તેનાથી રક્ષણ મેળવી શકાય છે. શિયાળાની ઋતુમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે પરિણામે તેનું સેવન કરવાથી ભરપુર ફાયદાઓ મેળવી શકાય છે. અમેરીકન ડોક્ટરના જણાવ્યા અનુસાર મૂળવાળી શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી, ચરબી અને કોલેસ્ટ્રોલ સાવ ઓછા પ્રમાણમાં હોય છે.

મૂળવાળી શાકભાજીમાં રહેલા તત્વો : જો આપણે મૂળવાળી શાકભાજીમાં રહેલા મૂળભૂત તત્વોની વાત કરીએ તો તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે. તેમાં પોટેશિયમ, ફોલેટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામીન એ, બી અને સી, તેમજ મેગેનીઝ, આયર્ન, અને કોપર તેમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે.

મૂળવાળી શાકભાજી ખાવાથી થતા મુખ્ય ફાયદાઓ : નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર જે લોકોના શરીરમાં ફાઈબરની ઉણપ હશે તેવા લોકો મૂળવાળી શાકભાજીનું નિયમિત સેવન કરશે તો તે ઉણપ દૂર થઇ જશે. આ ઉપરાંત વિટામીન A અને વિટામીન C ની ઉણપ પણ સાવ દુર કરી દેશે.

મૂળવાળી શાકભાજી વધતા વજન ઘટાડવામાં ખુબજ મદદરૂપ થાય છે, ત્વચાની તંદુરસ્તી વધારી શકે છે, કેન્સર અને હદયને લગતી કોઇપણ બીમારી સામે ફાયદો કરે છે. આ ઉપરાંત મૂળવાળી શાકભાજી વધુ પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય, ડાયાબીટીશ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે.

ગાજર : ગાજરમાં બીટાકેરોટીન હોય છે અને એ પણ ખુબજ સારા એવા પ્રમાણમાં હોય છે. તમને જણાવીએ કે ગાજર એક કેરોટીનોઈડ નામનું કંદમૂળ છે તેમજ ગાજર માંથી વિટામીન A પણ ભરપુર માત્રામાં મળી રહે છે. વિટામીન A આંખોની રોશની વધારવાનું કામ કરે છે. તેથી ગાજરનું સેવન કરવાથી આંખોની સમસ્યાઓ પણ દૂર થાય છે.

બીટ : મૂળવાળી વનસ્પતિની વાત કરીએ તો તેમાં બીટનો સમાવેશ થાય છે, બીટમાં બીટેઈનનું પ્રમાણ વધુ પડતું હોય છે જે એક એવું એન્ટીઓક્સીડેન્ટ છે જે હદયના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદરૂપ થાય છે. બીટમાંથી નાઈટ્રેટસ સારા પ્રમાણમાં મળી રહે છે જે રક્ત પરિભ્રમણને સુધારવા માટે અને વધુ પડતા બીપીના પ્રમાણને ઘટાડવા માટે ખુબજ મદદરૂપ થાય છે. આ ઉપરાંત બીટમાં પોટેશિયમ, મેગેનીઝ, આયર્ન, ફોલેટ, વિટામીન B જેવા મહત્વના તત્વો સારા પ્રમાણમાં મળી રહે છે.

મૂળા : મૂળ મૂળવાળી શાકભાજી છે. આમાં ગ્લુકોરાફેનીન નામનું તત્વ મળી રહે છે જે કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. મૂળા રકતવાહિનીઓની કોઇપણ કાર્ય કરવાની અનિયમિતતાને યોગ્ય રીતે કાર્યશીલ બનાવે છે. આ સાથે જ જો તમારું બ્લડપ્રેશર અનિયમિત હોય તો મૂળાનું સેવન કરવાથી ઠીક થઇ જાય છે. આ શિવાય તમે શિયાળામાં કબજિયાતથી સતત પીડાઈ રહ્યા છો તો મૂળાનું શાક અથવા તો મૂળાની ભાજી કરીને પણ તમે તેનું સેવન કરી શકો છો.

શક્કરીયાનું સેવન કરવું : શિયાળામાં બજારમાં શક્કરીયા સારા એવા પ્રમાણમાં મળી રહે છે કારણકે આ સમયે તેની ઉપજ વધુ હોય છે. આ શાકભાજીમાં 103 કેલરી મળી રહે છે તેમજ 1096 માઈક્રોગ્રામ વિટામીન A હોય છે. તમારી વિટામીન A ની દરરોજની જરૂરીયાતને પૂરી કરવા માટે શક્કરીયા ખુબજ ફાયદો કરે છે.

સલગમ : સલગમ વિટામીન સી થી ભરપુર હોય છે જે મજબુત રોગપ્રતિકાર શક્તિ માટે ખુબજ જરૂરી છે તથા ચેપ સામે પણ રક્ષણ મેળવવા માટે સારો એવો ફાયદો કરે છે. સલગમમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે જે પાચનમાં મદદ કરવાનું કામ કરે છે. આ શાકભાજીમાં વિટામીન A, B અને વિટામીન C, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, તેમજ મેગેનીઝ અને કોપર પણ સારા એવા પ્રમાણમાં મળી રહેતુ હોવાથી શરીરના એકંદર સ્વાસ્થ્યને મદદ કરવામાં ખુબજ ફાયદો કરે છે.

કોળું ખાવું જોઈએ : જો તમે કોળું ખાશો તો તેના લીધે તે સારો એવો ફાયદો કરે છે. કોળું શરીરને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે જ કોળું હદયની ગંભીર બીમારીઓને દુર કરવામાં મદદરૂપ કરે છે. કોળું પ્રોટીન તેમજ મિનરલ્સનો ભરપૂર સ્ત્રોત હોવાથી સારી એવી માત્રામાં મળી રહે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *