સ્વાસ્થ્ય માટે કિસમિસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, કિસમિસમાં સ્વાસ્થ્ય માટેના ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. કિસમિસ કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ તેમજ ફાઈબર અને હેલ્ધી ફેટ્સમાં પણ ભરપૂર હોય છે. આ ઉપરાંત કિસમિસ એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવેનોઈડ્સનો સારો સ્ત્રોત છે.

એટલું જ નહીં, ‘કિસમિસ’ લોહી વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં ગળાના રોગો, પેટના રોગો, એનિમિયા, નબળાઈ વગેરેને માટે કિસમિસનો ઉપયોગ દવા તરીકે થાય છે. આ સિવાય કિસમિસ ખાવાથી જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.

કિસમિસનું સેવન જે લોકોને આંખોની રોશની સંબંધિત સમસ્યા હોય તેમણે અવશ્ય કરવું જોઈએ. પલાળેલી કિસમિસ ખાવાથી આંખોની રોશનીમાં વધારો કરી શકાય છે. તો આવો જાણીએ પલાળેલી કિસમિસ ખાવાના ફાયદાઓ.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કિસમિસમાં આયર્ન સારી માત્રામાં હોય છે અને તે વિટામિન બી કોમ્પ્લેક્સનો પણ સારો સ્ત્રોત છે. આ બંને હિમોગ્લોબિન વધારવા અને લાલ રક્તકણો વધારવામાં મદદ કરી શકે છે. એનિમિયા (લોહીની ઉણપ) ધરાવતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે.

સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન કરવાથી જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. વાસ્તવમાં, કિસમિસ પેટમાં પાણીને શોષી શકે છે અને પછી તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

કિસમિસમાં કેલ્શિયમની સાથે-સાથે પોટેશિયમ પણ હોય છે, જેના કારણે તે હાડકાંને ફ્રેક્ચરથી બચાવવા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પલાળેલી કિસમિસ નિયમિત રીતે ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને દાંતની સમસ્યા પણ દૂર થાય છે.

પલાળેલી કિસમિસ દાંતના પોલાણ અને મોંમાં હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આયર્ન, વિટામિન-સી અને પોષક તત્વોની ઉણપથી વાળ ખરવાની સમસ્યા થાય છે. પલાળેલી કિસમિસમાં વિટામિન-સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી, વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

હાઈ બીપીના દર્દીઓ માટે પલાળેલી કિસમિસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં છે, તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બીપીને ઓછું કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

જો તમને કોઈપણ પ્રકારની બીમારી છે તો કિસમિસનું આ રીતે સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *