આજકાલ પેટનું ફૂલવું એ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર ભારે અથવા અતિશય ખાધા પછી થાય છે. આ સમસ્યામાં એવું લાગે છે કે હમણાં જ પેટ ફાટી જશે. આ એક ખૂબ જ અસ્વસ્થ સ્થિતિ છે, જે પેટમાં દુખાવો સાથે પણ હોઈ શકે છે. કંઈપણ ખાધા પછી તરત પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે.

જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ ખોરાકનું પાચન થાય છે. જો ખોરાક ખાધા પછી તમારું પેટ ફૂલવા લાગે છે, તો તેને ઘરેલું ઉપચાર દ્વારા અટકાવી શકાય છે. તો આવો જાણીએ નિષ્ણાતે જણાવેલ પેટ ફૂલવાના ઘરેલું ઉપચાર વિશે.

ખોરાક ચાવીને ખાવો : ડાયેટિશિયનના મતે ખોરાક બરાબર ચાવીને ખાવો જોઈએ. આમ કરવાથી પાચન ઝડપી બને છે અને ખાવાથી સંપૂર્ણ પોષણ મેળવી શકાય છે. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચી જાય છે, ત્યારે પેટ ફૂલવાની સમસ્યા રહેતી નથી.

જમવાના 30 મિનિટ પહેલા લીંબુ પાણી પીવું : લીંબુ પેટ માટે ખૂબ સારું છે. એટલા માટે તમારે ભોજન કરતા 30 મિનિટ પહેલા લીંબુ પાણી પીવું જોઈએ. લીંબુ પાણી તમારા પાચન તંત્રને શાંત કરીને pH સ્તરને સંતુલિત કરે છે.

દહીં અને ફુદીનો: બપોરના ભોજનમાં કેટલાક ફુદીનાના પાન દહીંમાં ભેળવીને ખાઓ. આ ઉપાય તમારા પેટમાં પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે અને પાચનને વધારે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાની ટેવ પાડો.

જમ્યા પછી ઈલાયચીને ચાવો: જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લઇ શકો છો જે પાચન માટે અસરકારક સાબિત થાય છે. આ માટે 2 થી 3 દાણા ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે.

દાળમાં હિંગ ઉમેરો : અમુક કઠોળનું સેવન કરવાથી પણ પેટ ફૂલવાની ફરિયાદ થઈ શકે છે. તેનાથી બચવા માટે દાળમાં એક ચપટી હિંગ ઉમેરો. હીંગ પાચન શક્તિને વધારે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને પેટ ફૂલતું નથી.

સૂતા પહેલા ગુલકંદવાળા દૂધનું સેવન કરો: રાત્રે સૂતા પહેલા ગુલકંદ સાથે દૂધ અવશ્ય પીઓ. આ ઘરેલું ઉપાય તમારી પાચન તંત્રને શાંત કરીને શરીરના પીએચ સ્તરને પણ સંતુલિત કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ મોકલો અને જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો તો અહીંયા જણાવેલ ઉપાય અજમાવી શકો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *