દોસ્તો આજના સમયમાં તમને કોઈ વ્યક્તિ એવી ન મળે જેને નાની મોટી કોઇ બિમારી હેરાન ન કરતી હોય. નાના બાળકો હોય કે મોટી ઉંમરના વ્યક્તિ દરેક લોકો કોઈને કોઈ સમસ્યાથી પીડાતા હોય છે. આ દરેક સમસ્યાઓનું સૌથી મોટું કારણ અનિયમિત આહાર શૈલી છે.

આખા દિવસની દોડધામ અને પોષણયુક્ત આહારના અભાવના કારણે કેટલીક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. તો આજે આ લેખમાં તમને આવી જ કેટલીક બીમારીઓ ના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશું. તો આવો જાણીએ.

આજના સમયમાં સૌથી વધુ તકલીફ ગેસ, એસીડીટી અને કબજિયાતની જોવા મળે છે. આ ત્રણ સમસ્યાથી મોટાભાગના લોકો આજે પીડિત છે. જેને કબજિયાત રહેતી હોય તેને ગેસની તકલીફ ચોક્કસ હોય છે. આ સાથે જ છાતીમાં દુખાઓ, બળતરા અને એસીડીટીની સમસ્યા પણ સામાન્ય થઈ ચૂકી છે.

શરીરની આ તકલીફો 3 પ્રકૃતિના કારણે થાય છે. તમને જણાવીએ કે આપણા શરીરની પ્રકૃતિમાં વાત, પિત્ત અને કફ નો સમાવેશ થાય છે. જ્યારે શરીરમાં પિત્તનો પ્રકોપ વધી જાય છે ત્યારે પેટને લગતી બીમારીઓ થવા લાગે છે.

જ્યારે નિયમિત આહાર લેવામાં આવે છે ત્યારે એસીડીટી, ગેસ અને કબજિયાત જેવી તકલીફો થાય છે. આ સિવાય જ્યારે બહારનું ભોજન અથવા ફાસ્ટ ફૂડ નું વધુ સેવન કરવામાં આવે છે ત્યારે પણ આ આ પેટની તકલીફ થાય છે કારણ કે આ વસ્તુઓમાં મેંદા નો ઉપયોગ વધારે થાય છે.

આ સિવાય કેટલાક લોકોને ભૂખ ન લાગી હોય તો પણ તેઓ ખોરાક લેતા હોય છે. વળી કેટલાક લોકો ભૂખ કરતાં વધારે એટલે કે પેટ ભરીને ખોરાક લેતા હોય છે. જ્યારે ઘણા લોકોની એવી કુટેવ હોય છે કે જમ્યા પછી 10 મિનિટ ચાલવાના બદલે તરત જ સુઇ જતા હોય છે અથવા તો જમીને તરત જ ઠંડું પાણી પી લેતા હોય છે આ આદતોને કારણે પણ પેટની તકલીફો થાય છે.

જે લોકોને એસીડીટીની સમસ્યા થાય છે ત્યારે છાતીમાં અને પેટમાં ખૂબ જ બળતરા થાય છે. આ સિવાય પેટમાં ગેસ ભરાઈ જાય તો વારંવાર ગેસ નીકળવાની તકલીફ જોવા મળે છે. તેવામાં આજે તમને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું.

આ ઉપચાર કરવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવું પડશે, ત્યારબાદ તેમાં એક ચમચી અજમો ઉમેરીને થોડી વાર રાખી રાખવું પડશે. જયારે પાણી ઉકળી જાય એટલે તેમાં એક ચમચી વરિયાળી ઉમેરી દો.

આ પાણીને 5 મિનિટ ઉકળવા દો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં એક ચપટી સિંધાલૂણ ઉમેરી દો. પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને પાણીને ગાળીને પીવાનું છે. આ પાણીને દિવસમાં બે વખત પી લેવાનું છે.

તમને જણાવીએ કે અજમો પેટની બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે. તે પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. વળી વરીયાળી પેટમાં ઠંડક કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ પાણી નિયમિત 2 વખત પીવાથી તમારી પેટ સંબંધિત બધી સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે. પેટની તકલીફ જેવી કે ગેસ, એસીડિટી અને કબજિયાત માટે તો આ 100 ટકા અકસીર ઈલાજ છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *