આજકાલ ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે મહિલાઓ માટે વાળની કેર કરવી ખુબ જ અઘરી છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને વાળનો વિકાસ કરવા માટે બેસ્ટ ઉપાય જણાવશું. તો આ લેખ 2 મિનિટનો સમય કાઢી જરૂર વાંચો. મિત્રો ચોખાનું પાણી વાળ માટે વાળ ટોનિક તરીકે કામ કરે છે.

આ પાણી વાળની લંબાઈ અને ચમક બંનેમાં વધારો કરવામાં મદદ કરે છે. જો તમારા વાળ ખુબ જ ખરે છે, તો પણ આ પાણીથી તમારી આ સમસ્યાને સરળતાથી દૂર થઇ જશે. તો આવો જાણીએ.

ચોખાનું પાણી કેવી રીતે બનાવવું : ચોખાના પાણીને તૈયાર કરવા માટે તમારે સૌ પ્રથમ અડધો કપ ચોખા લેવાના છે. ત્યારબાદ તેને પાણીમાં સારી રીતે ધોઈ અને 3 કપ પાણીમાં પલાળી રાખવાના છે. ઓછામાં ઓછી 30 થી 40 મિનીટ પછી આ પાણીને ગાળીને અલગ કરી લેવાનું છે. તો અહીંયા તમારું ચોખાનું પાણી બનીને તૈયાર છે.

વાળમાં ઉપયોગ કરવાની રીત : આ પાણીનો વાળમાં ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારા વાળને શેમ્પૂથી સાફ કરી લો. ત્યારબાદ વાળમાં ચોખાનું પાણી લગાવો અને હળવા હાથે માલિશ કરો. આ પાણીને 10-15 મિનીટ સુધી વાળમાં આમ જ લગાવેલું રહેવા દો. ત્યાર પછી તાજા પાણીથી વાળને ધોઈ લો.

ચોખાનું પાણી : ચોખાના પાણીમાં સારી માત્રામાં વિટામિન-બી 6, વિટામિન-ઇ, એમીનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ કારણથી તમારા વાળ અને તમારા માથા પરની ત્વચા પર ખુબ જ પ્રભાવી અસર કરે છે. તમારા માથામાં ખંજવાળની સમસ્યા હોય કે માથામાં ખોડો હોય, આ બધી સમસ્યાને દૂર કરવા, ચોખાનું પાણી ખુબ જ અસરકારી છે. આ પાણીમાં રહેલા મિનરલ્સના કારણે તે તમારા વાળની લંબાઈ વધારવામાં ખુબ જ મદદકારી છે.

વાળને ઉતરતા રોકે છે : ચોખાના પાણીથી વાળ ધોવા કે માથામાં લગાવવું તે ખુબ જ જુની રીત છે. એશિયામાં હજારો વર્ષોથી વાળને મજબૂત બનાવવા, ખોડો દૂર કરવા, વાળ લાંબા અને કાળા કરવા આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમે નિયમિત રૂપથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર તમારા વાળને ચોખાના પાણીથી ધોવો છો, તો તમારા વાળમાં કુદરતી ચમક આવી જશે અને વાળની મજબૂતાઈ વધી જશે. જો તમે થોડા દિવસો આ પ્રયોગ અપનાવો છો તો તમારા વાળ ખુબ જ ઓછા ઉતરે છે અને વચ્ચેથી તૂટતાં પણ નથી.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *