શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરના દરેક અંગો સારી રીતે કામ તે ખુબજ મહત્વનું છે. આ ઉપરાંત શરીરને જરૂરી માત્રામાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ મળવા પણ ખુબજ જરૂરી છે. આપણા શરીરમાં કુલ 360 સાંધા છે, જેના દ્વારા આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે રમવું, બેસવું, સૂવું, ઊંચકવું અને વસ્તુઓ પકડી શકીએ છીએ.

પરંતુ ઉંમર વધવાની સાથે તે દરેક સાંધા નબળા પડી જાય છે, પરંતુ કેટલીકવાર કેટલીક ભૂલોને કારણે પણ તેઓ નબળા પડી જાય છે અથવા ઘસાઈ જાય છે. જો તમે લાંબા આયુષ્ય માટે તમારા સાંધાને સ્વસ્થ અને મજબૂત રાખવા માંગો છો, તો તમારે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

રાગી: રાગી એ એક પ્રકારનું અનાજ છે, જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, રાગીના લોટમાંથી બનાવેલ રોટલી કે પરાઠાનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને હાડકા મજબૂત બને છે.

સોયાબીન: શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે સોયાબીન પણ એક સારો વિકલ્પ છે. 1 કપ સોયાબીનમાં લગભગ 175 મિલીગ્રામ કેલ્શ્યિમ હોય છે. બદામ: ડ્રાયફ્રુટ માં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ બદામમાં 264 મિલીગ્રામ કેલ્શ્યિમ મળે છે. બદામની પૌષ્ટિકતાને વધારવા માટે બદામના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને લઈ શકાય છે.

સરગવો: કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં પણ સરગવો ખૂબ અસરકારક છે. એવું માનવામાં આવે છે કે 100 ગ્રામ સરગવામાં 5 ગ્લાસ દૂધ જેટલું કેલ્શિયમ હોય છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે સરગવાના પાંદડા અને તેના ફળોનું સેવન કરી શકો છો.

મશરૂમ્સ: મશરૂમમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી મહિનામાં ઓછામાં ઓછા 4 દિવસ મશરૂમ્સ ખાવા જોઈએ. મશરૂમ્સ ખાવાથી તમારા હાડકા મજબૂત બનશે.

નારંગીનો જ્યુસ: સવારે નારંગીનો જ્યુસ પીવો શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે શરીરની તમામ ઉણપને પૂર્ણ કરે છે.સવારે આ જ્યુસ પીવાથી આખો દિવસ તમારું શરીર એનર્જીથી ભરપૂર રહે છે.

લીલા કઠોળ: અન્ય શાકભાજીની જેમ, લીલા કઠોળ વિટામિન A, C, K અને ફોલિક એસિડ, ફાઈબર, પોટેશિયમ અને ફોલેટનો સારો સ્ત્રોત છે. આ સિવાય તેમાં પ્રોટીન, આયર્ન અને ઝિંક જેવા પોષક તત્વો પણ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, આ તમને હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *