ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ચાલી રહેલી ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના બોલરોને ખરાબ હાલતમાં મુકી દીધા છે. હિટમેને બેટિંગ પિચનો પૂરો ફાયદો ઉઠાવ્યો, અને સિદ્ધિ હાંસલ કરવા માટે મેદાનના ચારેય ખૂણે તેના શોટ ફટકાર્યા.

રોહિત શર્મા ODI ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ મારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે શ્રીલંકાના મહાન સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો, જેણે 445 મેચમાં 270 છગ્ગા ફટકાર્યા હતા. હિટમેને તેની 241મી વનડેમાં આ આંકડો પાર કર્યો હતો. રોહિત શર્મા 85 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રન બનાવી આઉટ થયો હતો. તેની સાથે શુભમન ગીલે પણ 112 રણ ફટકાર્યા હતા.

~

રોહિત શર્માને જયસૂર્યાનો રેકોર્ડ તોડવા માટે ચાર છગ્ગાની જરૂર હતી. ભારતીય કેપ્ટને આ રેકોર્ડ સરળતાથી તોડી નાખ્યો. તમને જણાવી દઈએ કે ODI ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 398 મેચમાં 351 સિક્સ ફટકારી છે.

આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ બીજા સ્થાને છે. ગેલે 301 વનડેમાં 331 સિક્સર ફટકારી છે. હવે રોહિત શર્માએ સનથ જયસૂર્યાને પછાડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.

વિશ્વ ક્રિકેટમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ-5 બેટ્સમેન

  • શાહિદ આફ્રિદી – 351
  • ક્રિસ ગેલ – 301
  • રોહિત શર્મા – 272*
  • સનથ જયસૂર્યા – 270
  • એમએસ ધોની – 229

~

જો કે, રોહિત શર્મા ભારત તરફથી ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. આ યાદીમાં એમએસ ધોની બીજા સ્થાને છે. ધોનીએ 350 વનડેમાં 229 સિક્સ ફટકારી છે. આ યાદીમાં મહાન સચિન તેંડુલકર 463 ​​વનડેમાં 195 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 311 વનડેમાં 190 સિક્સ ફટકારી છે અને તે આ યાદીમાં ચોથા સ્થાન પર છે. યુવરાજ સિંહ 304 વનડેમાં 155 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *