આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ સાંધાના દુખાવા, ઘુટણના દુખાવા, કમરના દુખાવા અને હાડકાના દુખાવા ની ફરિયાદ રહે છે. તેનું સૌથી મોટું કારણ આજના સમયની આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી જવાબદાર છે.

આજની સુખ સગવડવાળી લાઈફ સ્ટાઈલને કારણે લોકોને સાંધાના અને ઘૂંટણના દુખાવા ઝડપથી થવા લાગે છે. સાંધાના દુખાવાની તકલીફ ખૂબ જ અસહ્ય એટલે કે પીડાદાયક હોય છે. આ તકલીફમાં ઉભા થવું, બેસવું અને ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે.

આ દુખાવાથી કંટાળીને લોકો તેનાથી રાહત મેળવવા માટે દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ આ પ્રકારની પેઇનકિલર લાંબા સમયે શરીરને નુકસાન કરે છે. ત્યારે આજે તમને કોઇ પણ પ્રકારનાં સાંધાના કે હાડકાના દુખાવાને માત્ર 2 જ દિવસમાં દૂર કરી દે તેવી અકસીર દવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવીએ કે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપચાર એકદમ અકસીર છે. તે ન માત્ર સાંધાના દુખાવાને દૂર કરે જ છે ,પરંતુ ખાસ વાત એ છે કે તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો આવો તમને જણાવીએ કે તમે સાંધાના દુખાવાથી મુક્તિ કેવી રીતે મેળવી શકો છો.

1. તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે આદુનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આદુનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે. પરંતુ આદુનો ઉપયોગ કરીને તમે તમારા સાંધાના દુખાવા સરળતાથી દૂર કરી શકો છો. તમને જણાવીએ કે આદુની તાસીર ગરમ હોય છે. તેથી તેને દુખતા સાંધા પર લગાડવાથી દુખાવાથી રાહત મળે છે.

2. તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. સરસવનું તેલ દુખાવાને ઓછો કરે છે. જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ સરસવના તેલથી માલિશ કરવાની શરૂઆત કરી દો. બે જ દિવસમાં દુખાવાથી રાહત અનુભવશો.

3. તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર દુખાવાથી રાહત આપવાનું કામ કરે છે. હળદર એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. હાડકા અને સાંધાના દુખાવા હોય ત્યારે રોજ રાતે હૂંફાળા દૂધમાં થોડી હળદર ઉમેરીને હળદરવાળું દૂધ પીવું જોઈએ હળદરવાળું દૂધ પીવાથી થોડા જ દિવસમાં દુખાવાથી રાહત થશે.

4. તમે મેથીના દાણાનો ઉપયોગ ઘુટણના દુખાવા અને ચાલવામાં પડતી તકલીફમાં પણ કરી શકો છો. તમને પણ ઘુટણના દુખાવા અને ચાલવામાં પડતી તકલીફ હોય તો મેથીના દાણા ખાવાની શરૂઆત કરી દો. મેથી શરીર ને મજબૂત બનાવે છે.

મેથીનો ઉપયોગ કરવા માટે મેથીનો પાઉડર કરી તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. હવે રોજ હૂંફાળા પાણીમાં આ પાઉડર ઉમેરીને સવારે અને સાંજે ખાઇ લેવો. આ ઉપાય પણ કરવાની શરૂઆતના દિવસોમાં તેની અસર દેખાડવા લાગે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *