આપણે બધા એવું માનીએ છીએ કે વાળ માત્ર સારસંભાળની કમી અથવા તો ન્યુટ્રીશનના અભાવના કારણે જ ખરે છે પરંતુ એવું નથી, વાળ તમારી શેમ્પુ કરવાની ખોટી રીતને કારણે પણ ખરતા હોય છે. મિત્રો આ વાત સાચી છે.

ઘણી મહિલાઓના વાળ એટલા વધારે પ્રમાણમાં ખરતા હોય છે કે, થોડા જ મહિનાઓમાં માથામાં ટાલ દેખાવા લાગે છે. તેથી આવી મહિલાઓને યોગ્ય ડાયેટની સાથે સાથે શેમ્પુ પણ કરવાની રીત પણ બદલવી જોઈએ. કારણ કે શેમ્પુ કરવાની ખોટી રીતને કારણે પણ તમારા વાળ ખરવા લાગે છે.

તમારા મનમાં પ્રશ્ન થશે કે ખોટી રીતે શેમ્પુ કરવાની રીત એટલે શું ? અને સાચી રીતે શેમ્પુ કરવાની રીત એટલે કઈ રીત? તો અહીં તમને તેના યોગ્ય ઉપાયો વિષે જણાવીશું. જેથી કરીને શેમ્પુના કારણે તમારા વાળ ઓછા ખરે અને શેમ્પુ કરવાથી તમને લાભ મળે.

સૌ પ્રથમ જાણે ખોટી રીતે શેમ્પુ કરવાથી આવતું પરિણામ શું આવે છે : જો તમારું ડાયટ અને વાળની કેર કરવાની રીત બંને બરોબર છે, પરંતુ તમારા વાળ ખરે છે અને અટકવાનું નામ નથી લેતા તો તેનો અર્થ છે કે, તમારી શેમ્પુ કરવાની રીત ખોટી છે.

એટલે જ તમારા વાળ ખરે છે. સૌથી પહેલા વાળમાં શેમ્પુ કરતા સમયે સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે, તેઓ પોતાના વાળને અનુરૂપ શેમ્પુને પસંદ નથી કરતા. યોગ્ય શેમ્પુ પસંદ કરવા માટે સૌથી પહેલા તમારે વાળની જરૂરિયાત સમજવી ખુબ જરૂરી છે.

સલ્ફેટ ફ્રી શેમ્પુ પસંદ કરવું : તમને જણાવીએ કે ભારતીય જળવાયુ અનુસાર માથાની ત્વચા અને વાળ માટે સલ્ફેટ ફ્રી શેમ્પુ વધુ યોગ્ય હોય છે. કારણ કે આ શેમ્પુ માઈલ્ડ હોય છે, જે આપણા વાળની દેખભાળ સારી રીતે કરે છે.

તેથી વાળ પર શેમ્પુ કરતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે શેમ્પુનો ઉપયોગ કરો છો તે સલ્ફેટ ફ્રી શેમ્પુ હોવું જોઈએ. આ સિવાય હર્બલ અથવા આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરો. આ તમારા શેમ્પુમાં હાનિકારક કેમિકલ ઓછા હોય તો તેનાથી વાળને ઓછું નુકશાન થાય છે અને વાળ પણ ઓછા ખરે છે.

વાળને બરાબર ભીના કરી લો : ઘણા લોકો પોતાના સૂકાયેલ વાળમાં જ શેમ્પુ લગાવી દેતા હોય છે. જ્યારે ઘણા લોકો વાળને થોડા ભીના કરીને પછી શેમ્પુ લગાવે છે, જેના કારણે તમારા વાળની બરાબર રીતે સફાઈ થતી નથી. આથી શેમ્પુને વાળ પર લગાવતા પહેલા તમારા વાળને સારી રીતે ભીના કરી લો.

એટલે કે માથાની ત્વચા ભીની થઈને નરમ થઈ જાય છે, જેનાથી શેમ્પુ લગાવ્યા પછી સ્કીન પોર્સની સફાઈ બરાબર થઈ જાય. તેથી માથામાં શેમ્પુ કરતા પહેલા એક થી બે મિનીટ સુધી વાળ પર પાણી નાખતા રહો.

શેમ્પુ લગાવવાની યોગ્ય રીત : વાળમાં શેમ્પુ લગાવવાની યોગ્ય રીત એ છે કે, તમે શેમ્પુને વાળની જડમાં લગાવીને હળવા હાથે અડધી મિનિટ મસાજ કરો. પછી નીચેના વાળ સુધી સફાઈ કરો. આપણામાંથી મોટાભાગના લોકો શેમ્પુને વાળની લંબાઈમાં લગાવે છે, અને તેને ધીરે ધીરે ઘસતા ઘસતા તેઓ જડમાં શેમ્પુ લગાવે છે.

પરંતુ એક વાત યાદ રાખો કે શેમ્પુને વાળમાં લગાવતા પહેલા તેને પાણીમાં મિક્સ કરી લેશો તો તમારા દરેક વાળમાં શેમ્પુ પણ જલ્દી ભળી જશે અને સ્કીન પોર્સ સુધી જલ્દી પહોંચશે અને તેનાથી સફાઈ સારી રીતે થશે.

કંડીશનર કરવાની સાચી રીત: જો તમે શેમ્પુ કરો છો તો પછી કંડીશનર કરવું જરૂર કરો. પરંતુ કંડીશનર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કંડીશનરને હંમેશા વાળની લંબાઈમાં જ લગાવવા આવે છે. ઘણા લોકો શેમ્પુની જેમ તેને વાળની જડ અને માથામાં લગાવી દે છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તમારા વાળ સુકાયા પછી ચીકણા અને ઓઈલી થઈ જશે.

દરરોજ શેમ્પુ કરવા માટેની ટિપ્સ: આપણામાંથી ઘણી મહિલાઓ દરરોજ શેમ્પુ કરવાનું પસંદ કરતી હોય છે. જો કે નિષ્ણાતો આવું કરવાની ના કહે છે. પણ જો તમારે દરરોજ શેમ્પુ કરવું છે અને તમારા વાળ ડેમેજ પણ ન થાય તેનું ધ્યાન રાખવું છે તો તે માટે જરૂરી છે કે, તમે રાત્રે સૂતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી લો અને પછી બીજા દિવસે શેમ્પુ કરો. આમ કરવાથી તમારા વાળ ઓછા ખરશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *