આપણા ઘરમાં ઘણી વસ્તુઓ પડી પડી સુકાય જતી હોય છે અથવા તો બગડી જતી હોય છે. જયારે કોઈ પણ વસ્તુ આપણને આવી દેખાય ત્યારે મોટાભાગના લોકો તેને ફેંકી દેતા હોય છે.

આવી જ એક વસ્તુ છે તમારા ઘરમાં જોવા મળતું લીંબુ. જે ઘણી વખત પડ્યા પડ્યા સુકાઈ જાય છે. પરંતુ તમે આ સુકાયેલા લીંબુનો સારો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ .

બ્લેન્ડરની સફાઈ માટે સૂકા લીંબુનો ઉપયોગ: આપણે દરરોજ બ્લેન્ડરમાં એવી ઘણી વસ્તુઓ પીસીએ છીએ જેના કારણે બ્લેન્ડરમાં ચીકાશ જામી જાય છે. આવી સ્થિતિમાં તમે બ્લેન્ડરની સફાઈ લીંબુથી પણ કરી શકો છો.

આ માટે એક ચપટી બેકિંગ સોડાની સાથે લીંબુની છાલને બ્લેન્ડરમાં સારી રીતે ઘસો. આમ આ રીતે લીંબુનો ઉપયોગ કરવાથી તમારા બ્લેન્ડરની સફાઈ સારી રીતે થઈ જશે.

કચરાપેટીની સફાઈ માટે ઉપયોગ: સૂકાયેલ લીંબુ કચરાપેટીની સફાઈ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે લેમન પીલ પાવડર બનાવ્યો છે તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો.

આ સિવાય નોર્મલ લીંબુની છાલ અને બેકિંગ સોડાથી પણ કચરાપેટીને સાફ કરી શકો છો. તેનાથી કચરાપેટીમાં જામી ગયેલી બધી ચીકાશ જતી રહેશે અને તમારું ઘર પણ એકદમ સાફ થઈ જશે.

શિકંજી માટે આઈસ ક્યુબ્સ: જો તમારે અચાનક જ શિકંજી જોઈએ છે તો તમે આઈસટ્રેસમાં થોડા સૂકાયેલ લીંબુનો રસ, જરૂર પ્રમાણે ખાંડ, અને સિંધાલૂણ મીઠું મિક્ષ કરીને જમાવી શકો છો.

અને જ્યારે પણ તમારી ઈચ્છા શિકંજી પીવાની થાય ત્યારે એક આઈસ ક્યુબને નોર્મલ પાણીમાં નાખીને શિકંજી બનાવી લો. તેનો સ્વાદ પણ ખુબ જ સારો આવે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *