આપણે બધા જાણીએ છીએ કે વધતું વજન બીજા અનેક રોગોને આમંત્રણ આપે છે. સ્થૂળતાના કારણે લોકો અનેક નાની મોટી બીમારીઓનો શિકાર બનવાની શક્યતા ખુબ જ વધી જાય છે. જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે.

આજની બદલાતી જીવનશૈલી સાથે, આપણા શરીરની કામ કરવાની રીત પણ ઘણી બદલાઈ ગઈ છે. દોડધામથી ભરેલી આ જિંદગીમાં બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાના માટે વજન ઓછું કરવા કે સ્વાસ્થ્યને સારું રાખવા માટે કસરત કરવા માટેનો સમય કાઢી શકતા હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ પોતાની અને તેમના ખાવા-પીવાની કાળજી લેતા હોય છે.

આજકાલ વધતું વજન અનેક લોકોની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે, કારણ કે જે રીતે વજન વધારવું અઘરું છે તેવી જ રીતે વજન ઘટાડવું પણ થોડું મુશ્કેલ હોય છે. જેનું સૌથી મોટું કારણ છે આજની આપણી જીવનશૈલી. જેમાં ન તો આપણે સારી રીતે ખાઈએ છીએ અને ન તો સારો અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઈએ છીએ.

આજકાલ બજારમાંથી મળતા નાસ્તા અને ફાસ્ટફૂડ, લોકોના શરીર પર ચરબી વધવાનું કારણ છે. વજન વધવાથી તમને શ્વાસ લેવામાં તકલીફ અને લોહીના પરિભ્રમણ પર ખરાબ અસર કરે છે. સ્થૂળતાના કારણે તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર પણ બની શકો છો.

જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો,સમયસર એટલે કે શરૂઆતના તબક્કામાં વધતા વજનને ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે આમાં આજનું કાલ કરો છો તો તમારે તમારું વજન ઘટાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઈચ્છો તો 1 મહિનામાં જ વજન ઘટાડી શકો છો? હા, તમે સાચું સાંભળ્યું.

તમને જણાવીએ કે વજન એક મહિનામાં ઓછું કરી શકાય છે. પરંતુ આ માટે તમારે એક રૂટિન ફોલો કરવું પડશે અને તમારા આહારમાં પણ થોડો ફેરફાર કરવો પડશે. તો ચાલો જાણીએ તમારે શું કરવાનું છે.

1 .ગરમ પાણી : શરીરને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન ભરપૂર પાણી એટલે કે 10 થી 12 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ વજન અને શરીરની ચરબી ઘટાડવા માટે ગરમ પાણી એ શ્રેષ્ટ વિકલ્પ છે. આ તમારા શરીરને ડિટોક્સ કરશે અને ચયાપચયને પણ ઝડપી બનાવશે. તેથી દિવસ દરમિયાન થોડું ગરમ પાણી જરૂર પીવો.

2. પ્રોટીનવાળો ખોરાક : મિત્રો વજન ઘટાડવા માટે શરીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોવું ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે તમે દિવસની શરૂઆત એટલે કે સવારના નાસ્તાની શરૂઆત માત્ર પ્રોટીનથી કરો. તમારે તમારા ભોજનમાં ચીઝ, દહીં અને દાળ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

3. મીઠાઈથી દૂર રહો : તમને વધુ માત્રામાં મીઠાઈ ખાવાનું પસંદ છે પરંતુ જો તમે ખરેખર સ્થૂળતાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો પહેલા તમારે મીઠાઈ સાથેનો સંબંધ તોડવો પડશે. એટલે કે મીઠાઈઓ ખાવાની બંધ કરવી પડશે.

4. સવારે અને સાંજે 30 મિનિટ કસરત : વજન ઘટાડવા માટે ખાવાની સાથે કસરત પણ ખૂબ જરૂરી હોય છે. જો તમે ડાઈટ પ્લાન અપનાવો છો અને કસરત નથી કરતા તો તમને જોઈતું પરિણામ મળશે નથી. જો તમારું શરીરનું હલનચલન કરતું નથી તો આહારમાં ફેરફાર કરવો જોઈએ. દરરોજ લીપનો ઉપયોગ ઓછો કરી અને સીડીઓ ચઢવાનો પ્રયાસ કરો, દરરોજ ઝડપી ચાલવાનો પ્રયાસ કરો.

તો તમે પણ અહીંયા જણાવેલ 4 નિયમોનું પાલન કરીને ઝડપી વજન ઘટાડી શકો છો. તમે કોઈપણ ડાઈટ ફોલો કરો છો પરંતુ આ 4 રૂટિનને તમારી દિનચર્યામાં જરૂર સામેલ કરવા જોઈએ. જો તમને જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *