મિત્રો આજે અમે તમને ત્રણ ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમને અઢળક ફાયદા થાય છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ જે ત્રણ ફળોની વાત કરી રહ્યા છે તો ત્રણ ફળ કયા હશે પરંતુ તમને જણાવી દઈએ કે આ ત્રણ ફળ અલગ-અલગ નથી પરંતુ એક જ ફળ છે.

જી હા મિત્રો, આજે અમને તમને ત્રિફળા વિશે જણાવીશું. આ ફળને ત્રણ જડીબુટ્ટી એટલે કે હરડે, બહેડા અને આમળાને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે, તેથી તેને ત્રણ ફળ એટલે કે ત્રિફળા નામે ઓળખવામાં આવે છે.

આ ફળો પ્રકૃતિએ દ્વારા તમને આપવામાં આવેલી આ સૌથી અમૂલ્ય ભેટ છે કારણ કે ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ જડીબુટ્ટી છે. ત્રિફળા દરરોજ થતી નાની મોટી સામાન્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક દવા માનવામાં આવે છે. તો આવો જાણીએ ત્રિફળાના ફાયદા વિશે.

સૌથી પહેલા તમને જણાવીએ કે ત્રિફળામાં હાજર એન્ટિબાયોટિક અને એન્ટિ-સેપ્ટિક શરીરમાં વાત્ત, પિત્ત અને કફનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો શરીરમાં આ ત્રણેયનું સંતુલન ખોરવાઈ જાય તો તમે બીમાર પડી શકો છો. જો તમે રોજે ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તમે રોગમુક્ત રહો છો.

1. વાત, પિત્ત, કફ સંતુલિત કરે : તમને જણાવીએ કે આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે. જેમ કે વાત, પિત્ત અને કફ. અને આ ત્રિદોષ બગાડવાને કારણે આપણે બીમાર પડીએ છીએ, એટલા માટે શરીરમાં આ ત્રણ વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.

આ ત્રણ આપણા શરીરના ત્રણ ભાગમાં વહેંચેલા છે, જેમ કે શરીરના ઉપરના ભાગમાં કફ અને મધ્યમાં પિત્ત અને નીચેના ભાગમાં વાત હોય છે. જો કે આયુર્વેદની મોટાભાગની ઔષધિઓ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર હોય છે પરંતુ આ એકજ વસ્તુ એટલે કે ત્રિફળા એકમાત્ર એવી ઔષધિ છે જે વાત, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે.

2. કબજિયાત, અપચો માટે ફાયદાકારક: જો તમને કબજિયાતની સમસ્યા છે તો તમે ત્રિફળાનું સેવન કરી શકો છો. ત્રિફળાની આ ત્રણેય ઔષધિઓ શરીરમાં આંતરિક સફાઈ કરે છે. કબજિયાતની સમસ્યામાં રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે. જો તમે પણ પેટની સમસ્યા ખાસ કરીને અપચો અને કબજિયાતથી પરેશાન છો તો આજે જ તેનું સેવન કરો.

3. ત્વચાને કુદરતી ચમક આપે : ત્રિફળામાં હાજર રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે વધતી ઉંમરની સાથે તમારી ચમક જાળવી રાખે છે.ત્રિફળાના સેવનથી વૃદ્ધત્વના સંકેતોમાં ઘટાડો થાય છે અને તેના કારણે તમે વધારી ઉંમરમાં પણ નાના દેખાશો. ત્વચા સંબંધી બધી જ સમસ્યાઓમાં ત્રિફળા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને લોહીને સાફ કરે છે. જે તમને ત્વચા પરની સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

4. ઇમ્યુનીટી વધારવા : જે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ સાવ નબળી પડી ગઈ છે અને તેના કારણે તેઓ વારંવાર બીમાર પડી જાય છે તો તે મહિલાઓએ ત્રિફળાનું સેવન જરૂરથી કરવું જોઈએ. ત્રિફળાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી શરીરના નાના મોટા રોગો સામે લડવાની ક્ષમતા મળે છે.

5. કોલેસ્ટ્રોલ ઓછું કરે : ત્રિફળા ઔષધિ હાઈ કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડવા માટે એક રામબાણ ઔષધિ સાબિત થાય છે. લોહીમાં લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર પણ ત્રિફળા ઘટાડે છે.

6. શરીરમાંથી જેરી તત્વોને દૂર કરે છે : આપણી આસપાસ ટોક્સિન લગભગ દરેક જગ્યાએ હોય છે. જેમ કે હવામાં પ્રદુષણ જે શ્વાસ લેતી વખતે અને ખોરાક દ્વારા તમારા શરીરમાં પહોંચે છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. વધુ ટોક્સીનના કારણે તમને થાક, મૂડ બદલાઈ જવો, કબજિયાત, પેટનું ફૂલવું અને ત્વચાની વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ત્રિફળાનું સેવન કરવું જોઈએ કારણકે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે.

7. વજન ઘટાડવા માટે : જો તમારું વજન વધુ છે અને તમે ઘટાડવા માંગો છો તો ત્રિફળાનું સેવન કરી શકો છો. ત્રિફળા તમારા ચયાપચયને ઠીક કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનને સારું રાખે છે અને લાલ રક્તકણોની સંખ્યામાં વધારો કરે છે અને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે.

બજારમાં તમને સરળતાથી ત્રિફળા પાવડર મળી રહે છે. જો તમે સવારે તેના ચૂર્ણનું સેવન કરો છો તો તમારા શરીરને પોષણ મળે છે કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન, આયર્ન, સૂક્ષ્મ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ જો તમે તેને રાત્રે તેનું સેવન કરો છો તો તે રેચક તરીકે કામ કરે છે કારણ કે રાત્રે ત્રિફળા લેવાથી પેટ સાફ થઇ જાય છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *