વાતાવરણમાં વઘતા જતા પ્રદુષણ અને માનસિક તણાવ ના કારણે વાળને લગતી સમસ્યાઓ ઉદભવી શકે છે. વાળની સમસ્યા આજના સમયમાં ઘણા લોકો નાની ઉંમરે જ પરેશાન થઈ ગયા છે. પ્રદુષિત વાતાવરણમાં અને કેમિકલ યુક્ત પદાથોના કારણે વાળ નબળા પડી જાય છે.

વાળ નબળા પડવાના કારણે વાળ ખરવા લાગે છે. આ સિવાય આજે વ્યક્તિ બહારના જંકફૂડ તરફ જવા લાગ્યા છે જેના પરિણામે વાળને જરૂરી પોષણ મળતું નથી અને વાળ નાની ઉંમરે જ સફેદ થવાનું શરૂ થઈ જાય છે. વાળ સફેદ થવાના કારણે ઘરડા થઈ ગયા હોય તેવા દેખાતા હોઈએ છીએ.

આજના સમયમાં બજારમાં ઘણા બધા બ્રાડ વાળા શેમ્પુ અને કંડીશનર મળી આવે છે, જેમાં ઘણા બધા કેમિકલ અને રસાયણો મિક્સ કરીને બનાવામાં આવે છે જેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી વાળ નબળા પડવા લાગે છે અને વાળની સમસ્યા થવા લાગે છે.

નાની ઉંમરે વાળની સમસયાથી પરેશાન હોય તેવા લોકો એ મહેંદીમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવી દેવાયુ છે. જેથી સફેદ થઈ ગયેલ વાળ કાળા થઈ જશે. તો ચાલો જાણીએ વાળમાં કયું તેલ અને કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.

વાળને કાળા અને મજબૂત બનાવવા માટે મેથીદાણા નો પાવડર અને સરસવનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, તે પેસ્ટને વાળ ના મૂળમાં અને વાળમાં લગાવી દેવાની છે અને 40 મિનિટ પછી વાળને ધોઈ દેવાના છે, આ રીતે મેથી પાવડરનો ઉપયોગ સરસવનું તેલ મિક્સ કરીને લગાવાથી સફેદ થઈ ગયેલ વાળ કાળા થઈ જશે.

વાળને મજબૂત અને ખરતા અટકાવ માટે સરસવના તેલની માલિશ કરવાની છે. રોજે સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી માથાની ચામડીનું રક્ત પરિભ્રમણમાં વઘારો થાય છે. જેના કારણે વાળ મજબૂત અને ખરતા અટકે છે.

રોજે સરસવના તેલની માલિશ કરી વાળની માવજત કરવી જોઈએ, વાળ માટે સરસવનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માથામાં વાળ ખરવાના કારણે ટાલ પડી ગઇ હોય તો ટાલમાં વાળ લાવવા માટે રોજે દિવસમાં બે વખત સરસવના તેલની માલિશ કરવાથી ટાલમાં પણ વાળ ઉગવા લાગશે.

સરસવના તેલમાં મેથીનો પાવડર મિક્સ કરીને તેને એક લોંખડ ની કળાઈમાં નાખો અને સારી રીતે ઉકાળી લો, ત્યાર પછી તેને નીચે ઉતારી એક કલાક સુધી ઢાંકીને રહેવા દેવાનું છે અને પછી તેને ગાળીને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે,

ત્યાર પછી તે તેલનો ઉપયોગ વાળમાં કરવાનો છે. વાળ ના મૂળમાં સારી રીતે લગાવી માલિશ કરવાથી વાળ ને પૂરતું પોષણ મળશે અને વાળ નેચરલી રીતે મજબૂત, કાળા અને લાંબા બનશે. આ તેલ નો ઉપયોગ વાળને ટથતા નુકસાન થી બચાવશે અને વાળમાં નેચરલી રીતે ગ્રોથ વઘારશે.

એક મહિનો સતત દિવસમાં એક કે બે વખત આ તેલની માલિશ કરવાથી વાળની સમસ્યા દૂર થતી જોવા મળશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *