ભારતે અફઘાનિસ્તાનને 213 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સની ખાસ વાત વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ 83 ઇનિંગ્સની લાંબી રાહ બાદ સદી ફટકારી છે.

આ પહેલા તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે આવી હતી. કોહલીએ માત્ર 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 122 રન બનાવ્યા છે. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલે પણ 62 રનની ઇનિંગ રમી છે.

વિરાટ કોહલીની સદીની રાહ પૂરી થઈ ગઈ છે. કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 71મી સદી ફટકારી છે. કોહલીએ 53 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. તેને આ સદીનો શ્રેય પોતાની પત્ની અને બેટીને આપ્યો છે  કોહલીની સદી ફટકારવાની શૈલી પણ ઘણી સારી હતી.

તેણે ફરીદ મલિકની બોલને ડીપ મિડવિકેટ પર છ રનમાં મોકલીને સદી પૂરી કરી. કોહલીએ પોતાની સદીમાં 11 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. ખાસ વાત એ છે કે કોહલીની ટી20 ઈન્ટરનેશનલ કરિયરની આ પહેલી સદી હતી.

કોહલીએ લગભગ 3 વર્ષ બાદ પોતાની સદી પૂરી કરી છે. અગાઉ તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે આવી હતી જ્યાં તેણે કોલકાતામાં સદી ફટકારી હતી. હવે કોહલીએ પોતાની 71મી સદી ફટકારીને રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. કોહલી T20માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા લ્યુક રાઈટે આ ટીમ સામે 99 રન બનાવ્યા હતા.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *