શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં તમામ જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વિટામિન-ડી પણ એક એવું પોષક તત્વ છે જે વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે જે આપણે ફ્રી માં મેળવી શકીએ છીએ.

એટલા માટે આરોગ્ય નિષ્ણાતો આપણને દરરોજ સવારે 15 થી 20 મિનિટ તડકામાં બેસવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ત્વચા સવારે સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે, ત્યારે શરીર કોલેસ્ટ્રોલ દ્વારા વિટામિન-ડી બનાવે છે.

તમને જણાવીએ કે વિટામિન ડી હાડકાં, દાંત અને સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તેમ છતાં લોકો તેની ભૂમિકાને નજરઅંદાજ કરે છે, જેના કારણે શરીરમાં વિટામિન-ડીની ઉણપ થાય છે. જો તમે આખો દિવસ ઘરમાં રહો છો અને તડકામાં જતા નથી તો તમને વિટામિન ડી ની ઉણપ થઇ શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વભરમાં લગભગ 1 અબજ લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. વિશ્વના દરેક દેશ કરતા આપણા દેશમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ આવે છે તેમ છતાં આપણા દેશના લોકોમાં વિટામિન ડીની ઉણવી જોવા મળે છે. તો આવો જાણીએ વિટામિન ડીની ઉણપના લક્ષણો કયા હોઈ શકે છે.

વધુ થાક લાગવો: રાત્રે 8 કલાકની પૂરતી ઊંઘ લીધા પછી પણ જો આપણને થાકની સમસ્યા હોય તો તે વિટામિન-ડીની ઉણપ દર્શાવે છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે આ વિટામિન શરીરને એનર્જી પૂરી પાડે છે, આવી સ્થિતિમાં વિટામિન ડીની ઉણપને કારણે વ્યક્તિ આરામ કર્યા પછી પણ થાકનો અનુભવ કરે છે અને બેચેનીમાં રહે છે.

વાળ ખરવાઃ કોઈ પણ કારણ વગર વાળ ખરવા એ વિટામિન ડીની ઉણપના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે અને આ સમસ્યા આજના સમયમાં ખુબજ વધી રહી છે. વાળના વિકાસ માટે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં તેની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે.

કમરનો દુખાવોઃ હાડકાની મજબૂતી માટે વિટામિન-ડી ખુબજ જરૂરી છે. તેની ઉણપના કારણે હાડકા નબળા પડવા લાગે છે. વિટામિન ડીની ઉણપથી હાડકામાં અસહ્ય દુખાવો થાય છે, જે ડોક્ટરની સલાહ વગર મટાડી શકાતો નથી. શરીરમાં વિટામિન-ડી કેલ્શિયમને શોષી લે છે. આવી સ્થિતિમાં, હાડકાં, સ્નાયુઓ અથવા કમરમાં દુખાવો આ વિટામિનની ઉણપ દર્શાવે છે.

વિટામિન-ડીની ઉણપ દૂર કરવા ખાઓ આ વસ્તુઓ : ઇંડા ખાઓ : ઈંડામાં સારી માત્રામાં જોવા મળે છે. એટલા માટે ઈંડાને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. પ્રોટીન ઉપરાંત તેમાં જરૂરી પોષક તત્વો વિટામિન ડી પણ સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો તમે દરરોજ ઈંડાનું સેવન કરી શકો છો. તેના ઉપયોગથી વિટામિન ડીની ઉણપ દૂર થશે.

ગાયનું દૂધ પીવો : ગાયનું દુધ તમારી રોજિંદા વિટામિન ડીની જરૂરિયાતના 20 ટકા ભાગ પૂરો કરવાનો શ્રેષ્ટ વિકલ્પ છે. ગાયના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-ડી ભરપૂર માત્રામાં મળી આવે છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે જ શરીરમાં વિટામિન ડીની ઉણપ પણ પૂરી થાય છે.

સંતરા: સંતરામાંથી સારી માત્રામાં વિટામિન ડી અને વિટામિન સીની માત્રા ખૂબ સારી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. નાસ્તામાં રોજ તાજા સંતરાનો રસ સામેલ કરવાથી તમને દિવસભર સ્ફુર્તિનો અહેસાસ થશે.

મશરૂમ ખાઓ : મશરૂમ માં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મશરૂમમાં વિટામિન-ડી જોવા મળે છે, માટે મશરૂમને ડાયટમાં સામેલ કરી શકાય છે. જો કે, જંગલોમાં જોવા મળતા મશરૂમ્સમાં વધુ વિટામિન ડી જોવા મળે છે.

સૅલ્મોન માછલી ખાઓ : વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે આરોગ્ય નિષ્ણાતો હંમેશા આહારમાં દરિયાઈ ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. દરિયાઈ ખોરાકમાં ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન-ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ માટે, સૅલ્મોનને આહારમાં સામેલ કરી શકાય છે. સૅલ્મોન માછલી એ દરિયાઈ ખોરાક છે. તેના ઉપયોગથી વિટામિન-ડી વધે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *