શરીરને સ્વસ્થ રાખવા માટે પેટ સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. પેટ સાફ હોય તો શરીરમાં કોઈ પણ રોગ થવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે, પરંતુ પેટ સ્વસ્થ હોય ને પેટ સાફ ના રહેતું હોય તો શરીરમાં વારે વારે કોઈ પણ રોગો ઝપેટમાં લઈ શકે છે. કારણકે શરીરમાં જે રોગો ઉત્પન્ન થાય છે.

પેટ ખરાબ હોવાના કારણે જ ઉત્પન્ન થતા હોય છે. આ માટે પેટને સાફ રાખવું ખુબ જ આવશ્યક બની જાય છે. પેટ ખરાબ થવાનું સૌથી મોટું કારણ પેટમાં વધારાની ચરબી જમા થવાના કારણે પેટ અસ્વસ્થ અને ખરાબ રહેતું હોય છે. ચરબી વધવાના કારણે પેટ બહાર આવવા લાગે છે.

ચરબી વધવાના ઘણા બધા કારણો હોય છે. જયારે પણ આપણું શરીર યોગ્ય રીતે કાર્ય સીલ ના હોવાના કારણે પેટમાં વધારાની ચરબી ઉત્પન્ન થતી હોય છે. દિવસ દરમિયાન પરિશ્રમ નો અભાવ, યોગ્ય ભોજન ના લેવું, બહારના જંકફૂડનું વધુ પડતું સેવન અને હેલ્ધી ખોરાક ના લેવાના કારણે ચરબીમાં વધારો થાય છે.

યોગ્ય ભોજન ના લેવાના કારણે શરીરમાં ડાયજેશન સિસ્ટમ ખોરવાઈ જાય છે પરિણામે ખરાબ કોલેસ્ટ્રોલ પણ વધે છે અને ચરબીમાં પણ વધારો થતો હોય છે. આ ચરબી શરીરના ઘણા બધા ભાગોમાં જમા થતી હોય છે પરંતુ સૌથી વધુ ચરબી પેટના ભાગમાં જમા થાય છે. જેના કારણે પેટ ફૂલવા લાગે છે અને શરીર અસ્વસ્થ થઈ જાય છે.

જેના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા ઘણા રોગો થઈ શકે છે. પરિણામે શરીરના હોર્મોન્સ અનબેલેન્સ થઈ જાય છે. જો પેટની ચરબી વધતી રહેતી હોય તો દિવસમાં અમુક સમય ફાળવીને યોગ્ય કસરત અને વધારે વર્કઆઉટ કરવું ખુબ જ જરૂરી છે. આ સાથે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

પેટની વધી ગયેલ ચરબીને ઓછી કરવા માટે આજે અમે તમને એક ચૂરણ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી પેટની વધારાની બધી જ ચરબી 15 દિવસમાં જ ઓછી થતી જોવા મળશે. પેટની ચરબી ઓછી થવાના કારણે શરીરનો આકાર પણ શેપમાં આવી જશે.

પેટની ચરબી ઓગાળવામાં નો ઘરેલુ ઉપાય:
આ માટે સૌથી પહેલા 150 ગ્રામ શેકેલી અળસી, 100 ગ્રામ અજમો, 100 ગ્રામ જીરું અને 50 ગ્રામ તજ આ આટલી વસ્તુ ભેગી કરી લો. હવે વારાફરથી દરેક વસ્તુને મિક્સરમાં નાખીને જીણો બારીક પાવડર બનાવી લેવાનો છે.

ત્યાર પછી બધી વસ્તુનો પાવડર એક પેનમાં મિક્સ કરીને બરાબર હલાવી લો, હવે આ પાવડર ને એક કાચની બોટલમાં ભરી દેવાનું છે, કાચની બોટલમાં ભરવાથી તે પાવડર લાંબા સમય સુધી સ્ટ્રોર કરી ઉપયોગ કરી શકાય છે. આ ચૂરણ પાવડર તમે જરૂરિયાત અનુસાર પણ બનાવી શકો છો.

હવે આ પાવડરનું સેવન ભોજન કર્યા ના એક કલાક પહેલા લેવાનું છે. બપોરના ભોજન અને રાત્રીના ભોજન ના એક કલાક પહેલા ચૂરણ ફાંકી જવાનું છે અને ઉપરથી એક ગ્લાસ હૂંફાળું પાણી પી જવાનું છે. આ રીતે 15 દિવસ કરવાથી તમને પેટની ચરબી સડસડાટ ઓગળતી હોય તેવું જોવા મળશે.

આ ઘરેલુ ઉપાય કરવાથી પેટની ચરબી ઓગાળી શરીરને સ્વસ્થ રાખશે. આ ઉપરાંત શરીરમાં વધી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને પણ દૂર કરશે. પેટમાં રહેલ વધારાનો બધો જ કચરો દૂર થવાથી ડાયજેશન સિસ્ટમ સુધરશે અને પેટની વધારાની ચરબી ઓગાળી જશે જેટથી વધી ગયેલ પેટ પણ અંદર જશે અને શરીરને શેપમાં લાવી દેશે.

આ ઉપાય પેટની વધી ચરબીને ઓગાળવા અને પેટને એકદમ સાફ કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *