weight loss

મિત્રો દરેક મહિલાઓને હંમેશા એવી ઈચ્છા હોય છે કે તેઓ બીજા કરતા વધુ સુંદર દેખાય અને શરીરની વધારાની ચરબી જમા ના થાય અને આ માટે તેઓ વિવિધ પ્રકારની કસરત કરવાનો પ્રયાસ કરે છે. જો આપણે તે ભાગ પર જ વધારે ધ્યાન આપીએ અને તે ભાગ પર કામ કરીએ તો વજન અને પેટની ચરબી ઓછી કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે.

પરંતુ આમ કરવાથી ઘણો સમય પણ જશે અને જોઈએ તેવું પરિણામ સારું મળશે નહીં. પરંતુ તેનાથી વિપરિત, જો આપણે આખા શરીરને અસર કરે તે પ્રમાણે કસરત કરીશું તો આપણે હંમશા સ્વસ્થ રહીશું, શક્તિ મળશે, આખા શરીરને પરફેક્ટ ફિગર પણ મળશે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં પણ ઓછો સમય લાગશે.

જો તમે તમારા આખા શરીરને ફિટ રાખવા માંગતા હોય તો, દિવસમાં માત્ર ત્રણ કસરતો અને 20 મિનિટ (જો તમે શિખાઉ માણસ હોવ તો અઠવાડિયામાં 3 દિવસથી શરૂઆત કરો) સાથે તમે ફિટ, સ્વસ્થ રહી શકો છો, પેટની ચરબી અને વજન ઘટાડી શકો છો.

તે તમને પરસેવો પાડશે, તમને મજબૂત બનાવશે અને તમને તે કરવામાં પણ આનંદ આવશે. આવો જાણીએ કઈ છે આ કસરતો.

1. પુશ-અપ્સ : તમને જણાવીએ કે પુશઅપ્સ એ હાથ, છાતી, ટ્રાઇસેપ્સ અને ખભાના આગળના ભાગ માટે સ્નાયુઓને ટોનિંગ કરવાની એક સારી કસરત છે. આ તમારા હાથને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કેવી કરી શકાય.

2. સ્ક્વોટ્સ : સ્ક્વોટ કસરત શરીરના નીચલા ભાગ પર વધુ અસર કરે છે અને તે શરીરને મૂળ સ્થિતિમાં લાવવા માટે અસરકારક છે. તે હિપ્સ અને જાંઘના મોટાભાગના મુખ્ય મસલ્સ પર અસરકારક રીતે કામ કરે છે. તો આવો જાણીએ કેવી કરી શકાય.

3. પ્લેન્ક : પ્લેન્ક એક્સરસાઇઝ તમને વજનની સાથે આખા શરીરને ટોન કરીને સારી ફિગર મેળવવામાં મદદ કરે છે . તે એબ્સ, ઉપરની અને નીચેની બોડીમાં તાકાત બનાવવામાં મદદ કરે છે, તમને સુડોળ અને સુંદર શરીર આપે છે.

જો તમે આ 3 કસરત સારી રીતે કરશો તો તમને માત્ર 1 મહિનામાં જ અદ્ભુત પરિણામો મળશે અને એક ખાસ વાત કે દરરોજ 10 મિનિટની આ સરળ કસરતો કરવાની આદત પાડો. જો તમારે તમારા શરીરને વધુ સ્વસ્થ રાખવું હોય તો શરીરની પણ કાળજી લો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *