શિયાળાની ઋતુમાં લોકોનું વજન ઝડપથી વધે છે અને વજન ઘટાડવું એ ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયા છે. રાતોરાત કોઈ પણ વ્યક્તિનું વજન ઘટાવવું શક્ય નથી. આ એટલા માટે કારણકે કોઈ તમને એવું કહે છે કે તેમની પાસે તાત્કાલિક વજન ઘટાડવાનો ઉપાય છે તો તેમની વાતમાં ન આવવું. કેમ કે, વજન ઉતારવા માટે ધીરજ રાખવી જરૂરી છે.

વાસ્તવમાં શિયાળાની સીઝનમાં આહારમાં ફેરફારને કારણે વજન વધવું સ્વાભાવિક છે. ઠંડીને કારણે લોકો એક્સરસાઇઝ કરવામાં આળસ કરે છે, જેના કારણે શરીરની ચરબી ઝડપથી વધે છે, પરંતુ આ સિઝનમાં ડાયટ કન્ટ્રોલ કરીને અને લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરીને તમે વધતા વજનને કંટ્રોલ કરી શકો છો, તો આવો જાણીએ, શિયાળામાં વજન ઘટાડવાની સરળ ટિપ્સ.

શરીરને હાઇડ્રેટેડ રાખો : વજન ઘટાડવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. એવા ખોરાકને આહારમાં સામેલ કરો, જેમાં પાણી ભરપૂર માત્રામાં હોય. આ માટે તમે ફળ અને શાકભાજીના જ્યુસનું સેવન કરી શકો છો. આ સાથે જ દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો. 2 ગ્લાસ દરરોજ હૂંફાળું ગરમ પાણી પીવું વધુ ફાયદાકારક છે.

પૂરતી અને ઘાઢ ઊંઘ લો : ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઊંઘ અને વજન વચ્ચે કોઈ સબંધ નથી પરંતુ અપૂરતી ઊંઘ તમારા વજનને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

મેથીનું સેવન કરો : શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર ગેલેક્ટોમેનન ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તે મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે રાત્રે મેથીને પલાળીને સવારે તે દાણાનું અને પાણીનું સેવન કરી શકો છો.

હર્બલ ચા પીવો : શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે તમે દૂધમાંથી બનેલી ચા-કોફીને બદલે હર્બલ ટી અને બ્લેક કોફીનું નિયમિત સેવન કરી શકો છો. જેના કારણે તમારું મેટાબોલિઝમ વધી શકે છે અને ચરબી ઝડપથી ઘટી શકે છે.

જામફળ ખાઓ : શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે તમે નિયમિત જામફળ ખાઈ શકો છો. તે શરીરમાં ફાઈબરની ઉણપને પૂરી કરી શકે છે. આ ફળ ચયાપચય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

પ્રોટીનયુક્ત ખોરાક લો : જો તમારે વજન ઓછું કરવું હોય તો પ્રોટીનયુક્ત ખોરાક લો. ખરેખર, પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી પેટ ભરાય છે અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી.

જો તમારું વજન વધુ છે અને વજન ઘટાડવા માંગો છો તો અહીંયા જણાવેલી ટિપ્સ અનુસરી શકો છો. વજન ઘટાડવાની આ ટિપ્સ જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *