આપણા ઘરમાં અને રસોડામાં અનેક એવી વસ્તુઓ છે જે ખાવામાં તો સારી લાગે છે, સાથે જ આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. આવી જ વસ્તુઓમાં દહીંનો સમાવેશ થાય છે. ખાસ કરીને બપોરના ભોજનમાં દહીં મોટાભાગે ખાવામાં આવે છે. પરંતુ દહીં ખાવા સિવાય ત્વચા પર લગાવવાથી પણ અનેક ફાયદા છે.

દહીમાં રહેલા લેક્ટિક એસિડ અને આલ્ફા હાઈડ્રોક્સી મૃત ત્વચા કોશિકાઓને સાફ કરવાનું કામ કરે છે, જયારે તેમાં રહેલું કેલ્શિયમ તમારી સુસ્ત અને નિર્જલિત ત્વચાને હાઈડ્રેટ કરે છે. સાથે જ દહીં તમારી ત્વચામાં વધુ પડતા તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે.

આ ઉપરાંત દહીંમાં ઝીંકનું પ્રમાણ ત્વચાની કોશિકાઓના વિકાસને તેજ કરે છે. જેનાથી તમારી સ્કિન તાજી અને એકદમ યુવાન દેખાય છે. આ સિવાય ત્વચા પર દહીં લગાવવાના અનેક ફાયદા છે તો આવો જાણીએ.

ખીલ : દહીંમાં વિટામીન સી હોય છે જે પહેલા ખીલથી લડે છે અને ત્યારબાદ તેને દૂર કરવાનું કામ કરે છે. બીજું કે દહીં ત્વચાને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે આ સાથે સાથે સોજા અને ખીલથી રાહત અપાવે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે મૃત ત્વચા કોશિકાઓને એક્સફોલિએટ કરવા અને ત્વચાને ક્લીન કરવામાં મદદ કરે છે.

સનબર્ન અને પિગમેન્ટેશન : સનબર્ન અને પિગમેન્ટેશન તમારી ત્વચામાં કુદરતી નિખાર અને રંગત છીનવી લે છે. જેના કારણે તમારી ત્વચા ધીમે ધીમે ડલ થવા લાગે છે. આ સ્થિતિમાં દહીમાં મળતાં હેલ્ધી ફેટ ત્વચામાં નમીને સીલ કરવામાં મદદ કરે છે, તેને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. આ રીતે આ સ્કિનના પીએચને શ્રેષ્ઠ બનાવીને ટેન, ડલનેસ, પિગ્મેન્ટેશનથી લડવામાં પણ મદદ કરે છે.

ડ્રાય સ્કિનની સમસ્યા : દહીં ડ્રાય સ્કિનની સમસ્યામાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. દહીં તમારી ત્વચાને અંદરથી હાઈડ્રેટ રાખવાનું છે અને ત્વચામાં નમીને લોક કરવાનું કામ કરે છે. દહીમાં રહેલું આલ્ફા હાઈડ્રોક્સી તત્વ કોશિકાઓમાં નમીને લોક કરીને તેને ટોનિંગ કરવામાં મદદ કરે છે. આ રીતે દહીં ડ્રાય સ્કિન વાળા લોકો માટે ખુબજ ફાયદાકારક છે.

એજિંગના લક્ષણોમાં : આજની ખરાબ લાઈફ સ્ટાઈલ અને વાતાવરણમાં વધતા પ્રદૂષણના તત્વો ચહેરામાં ઝડપથી કરચલીઓ વધવાનું કારણ બને છે. દહીં ત્વચામાં નાની નાની રેખાઓને વધતા અને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી બચાવવામાં રામબાણ સાબિત થાય છે. દહીંમાં રહેલી સારી ચરબી તમારી ત્વચાને તેની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને ત્વચામાં કુદરતી ચમક સુધારવામાં મદદ કરે છે.

ત્વચાની એલર્જીમાં : ચહેરા પર જો કોઈ સ્કીન એલર્જી થઈ ગઈ હોય તો દહીં લગાવવું એ જૂના જમાનાથી ચાલતી આવતા નુસ્ખામાંથી એક છે. તેમાં રહેલો એન્ટીબેક્ટેરિયલ ગુણ તેને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેનું વિટામીન સી એલર્જેનની અસરને ઓછી કરે છે. દહીંની પ્રકૃતિ ઠંડી હોય છે, તેથી આ ચહેરાને અંદરથી શાંત કરે છે અને એલર્જીના કારણે થતો સોજો અને રેડનેસને દૂર કરે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *